________________
કામ લાગશે ને ? પામવા માટે સાંભળવું છે – એવો અધ્યવસાય હશે તો ચોક્કસ કામ લાગશે. કેવળ સાંભળવા માટે સાંભળ્યું હશે તો કામ નહીં લાગે. પૈસા મળ્યા પછી અમારી પાસે ન આવે પણ પૈસા ગયા પછી આવે ત્યારે કહે કે – શાસ્ત્રકારો લક્ષ્મીને ચંચળ કહે છે તે સાચું છે. જ્યારે દુઃખથી વ્યાપ્ત બને, મન ચંચળ બને, આર્તધ્યાનમાં પડ્યા હોય ત્યારે આવા પ્રકારનાં વચનો અસર કરી જાય. સાંભળીને કરવું ન હોય તો સાંભળવાનું શું કામ છે – આવું બોલવું નહીં. આજે તમે પૈસા કમાઓ છો તે આજે કામ લાગે માટે કે ભવિષ્યમાં કામ લાગે માટે ? તેવી રીતે સાંભળેલું કામ લાગશે જ – એમ સમજીને સાંભળવા તૈયાર થઈ જવું.
* ધર્મ કરવા માટે ધર્મસ્થાનમાં નથી આવવાનું, આજ્ઞા પાળવા માટે ધર્મસ્થાનમાં આવવાનું છે. આજ્ઞા પાળવાનું મન હોય એને ગૃહસ્થપણું ભૂંડું લાગ્યા વગર ન રહે. સાધુપણું લેવાનું મન હશે તો સાધુપણું લેવાઈ જશે પણ પાળવાનું મન નહીં હોય તો પળાશે નહીં. દીક્ષા લેતી વખતનો ઉત્સાહ લેવા પૂરતો જ હોય. પાળવાનો ઉત્સાહ હોય તો જિંદગી સુધી ટકે. પાપથી બચવા દીક્ષા લીધી હોય એનો ઉલ્લાસ જિંદગી સુધી જાય નહીં. એનો ઉપરથી દિવસે દિવસે આનંદ વધતો જાય. આજે આટલાં પાપથી છૂટ્યા, કાલે આટલાં પાપથી છૂટ્યા... એવો અધ્યવસાય મજબૂત બનતો જાય. કોઈ ભૂલ બતાવે તો આનંદ થાય. દીક્ષા લીધા પછી ભૂલ બતાવનારા ગમે તો સમજવું કે - આજ્ઞા પાળવા માટે આવ્યા છીએ. ભૂલ બતાવનારા ન ગમે તો સમજવું કે – માત્ર ધર્મ કરવા માટે આવ્યા છીએ.
* અષ્ટપ્રકારી પૂજા કરે, આંગી કરે પણ જિનવાણીનું શ્રવણ ન કરે તો સમજવું કે સુશ્રાવકનું લક્ષણ હજુ આવ્યું નથી. ધર્મ કરવાનો ઈરાદો હોય એ અનુષ્ઠાન કરે, આજ્ઞા પાળવાનો ઈરાદો હોય એ જિનવાણીશ્રવણ કરે. આજ્ઞાનો રસ જિનવાણીશ્રવણમાંથી પેદા થશે, અનુષ્ઠાનમાંથી નહીં.
* દુઃખની અરતિ કર્મબંધ કરાવે એના કરતાં કંઈકગુણો કર્મબંધ સુખની રતિ કરાવે છે. સુખની રતિ ટાળવા માટે તમારું મન કબૂલ કરે તો જ ટળી શકે. એના માટે અમે બ્રહ્મદત્તાદિનાં દષ્ટાન્ત આપીએ તોપણ તેઓ કહેશે કે – “એમણે માંગીને મેળવેલું માટે એમની એવી હાલત થઈ.દુઃખની અરતિ થાય એને મેઘકુમારાદિનાં દષ્ટાન્ત આપીએ તો તેઓનું ઠેકાણું ઝટ પડી જાય. માટે દુઃખની અરતિ કરતાં સુખની રતિ ખરાબ.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org