________________
વડે સેવાતો નથી, જેમ કુલીન જનો નિર્મળ જળથી પરિપૂર્ણ એવા પણ ચાંડાળના કૂવાને સેવતા નથી.
* સુસાધુની સેવા કહેવા દ્વારા અસાધુના સંસર્ગનો નિષેધ જણાવ્યો છે. આંબાના અને લીમડાના ઝાડના મૂળ ભેગા થાય તો એ સંસર્ગથી આંબો જ લીમડારૂપે પરિણમે છે. તેવી રીતે સારા જનો ખરાબનો સંગ કરે તો તેમની સજ્જનતાની અસર ખરાબ પર નથી પડતી પણ દુર્જનના યોગે સજ્જનની સજ્જનતા નાશ પામે છે.
* આ રીતે અનેક પ્રકારે શાસ્ત્રમાં સન્માર્ગનું પ્રતિપાદન કરેલું હોવા છતાં જેઓનું ચિત્ત રાગાદિથી હણાયેલું છે – તેવા ઘણા જીવો ઉન્માર્ગગામી જ છે એ જોઈને ખેદપૂર્વક રાગાદિની ભયંકરતા જણાવે છે: રાગ સર્પ જેવો છે, દ્વેષ અગ્નિ જેવો છે. જેમ સર્પનું ઝેર મરણનું કારણ બને છે તેવી રીતે રાગ મારક છે અને અગ્નિ જે રીતે સંતાપને કરનારો છે તે રીતે દ્વેષ સંતાપને કરનારો છે માટે એવી ઉપમા આપી છે. આજે સુખ પ્રત્યે, સુખનાં સાધનો પ્રત્યે, સુખ આપનારી વ્યક્તિ પ્રત્યે રાગ હોવાથી જ સન્માર્ગની દેશના સાંભળવી ગમતી નથી. ઉન્માર્ગની પ્રીતિ અને સન્માર્ગ પ્રત્યેનો દ્વેષ આપણને માર્ગથી દૂર રાખે છે. મોહ તો મોટા ભાગે અન્યદર્શનમાં જન્મેલાઓને નડે છે. જૈન દર્શનમાં જન્મેલાને મોહ-અજ્ઞાન નડે એવું કહી શકાય એમ નથી. કારણ કે જનમથી જ સાધુ કોને કહેવાય, દેવ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય એનું જ્ઞાન આ કુળમાં કુદરતી જ અપાય છે. આથી જૈનકુળમાં મોટા ભાગે જ્ઞાન હોવા છતાં ઉન્માર્ગની પ્રીતિ અને સન્માર્ગનો દ્વેષ જ ઉન્માર્ગગામી બનાવે છે. જે ઉન્માર્ગ પ્રત્યેનો રાગ ઘટી જાય અને સન્માર્ગ પ્રત્યેનો દ્વેષ નીકળી જાય તો માર્ગસ્થ બની રહીએ. - + અરણિકમુનિ પતન પામ્યા પછી પણ જ્યારે માતાને ગાંડીઘેલી થઈને રખડતી જોઈ ત્યારે ઝરૂખામાંથી નીચે ઊતર્યા, મનમાં અત્યંત લજ્જા પામ્યા, માના પગમાં પડ્યા અને માને કહ્યું કે ચારિત્રપંથ અતિઆકરો છે અને હું અતિકાયર છું. આમ છતાં માતાએ કહ્યું કે ચારિત્રમાર્ગ ભલે આકરો છે પણ તે મોક્ષનો માર્ગ છે, એનાથી તું ચૂકેએ ન ચાલે. કેવી માતા મળી હતી ? માર્ગ આકરો છે કે માર્ગ સારો છે ? આરાધકોને ભલે માર્ગ આકરો લાગે છતાં પ્રરૂપકો એ જ વસ્તુ સ્પષ્ટપણે સમજાવે કે આકરો પણ માર્ગ અંતે સારો છે. માતાની વાત સાંભળીને અરણિકમુનિએ કહ્યું કે – દીક્ષા લઉં તોપણ લાંબા કાળ સુધી પાળી નહિ શકું, અનશન કરી લઉં. તોપણ માતાએ અનશન કરવાની અનુજ્ઞા આપી. જે પુત્રના વિયોગના કારણે માતા ઉન્મત્ત બની હતી તે માતા
૨૭૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org