________________
પ્રકારની શક્તિ ધરાવતો નથી તે સર્વવિરતિની લાલસાથી યુક્ત બનીને દ્રવ્યસ્તવને સ્વીકારનારો બને છે. આ સર્વવિરતિની લાલસા કેવા પ્રકારની હોય છે તે ૪૫મી ગાથાથી જણાવે છે કે “આ રાગાદિની પરિણતિ હેરાન કરે છે, જ્યારે તે સુંદર દિવસ આવશે, તે સુંદર તિથિ આવશે અને તે સુંદર નક્ષત્ર આવશે કે જેમાં સુગરને પરતંત્ર થયેલો એવો હું ચારિત્રના ભારની ધુરાને વહન કરનારો બનીશ ?'... આવા પ્રકારની ભાવનાથી ભાવિત થયેલો એવો શ્રાવક દ્રવ્યસ્તવને સ્વીકારે તો જ તેનો તે દ્રવ્યસ્તવ માર્ગરૂપ મનાય છે. શ્રાવકને દીક્ષા વિનાનો દિવસ વાંઝિયો લાગે. ગમે તેટલો સારો દિવસ આવે, સારી તિથિ હોય કે સારું નક્ષત્ર હોય પણ આપણે જો ચારિત્ર વગરના રહ્યા હોઈએ તો તે આપણા માટે નકામું છે. આવી ભાવનામાં સતત રમનારો શ્રાવક હોય. તેની સાથે એવી પણ ભાવના ભાવે કે દીક્ષા લીધા પછી છઠ, અઠ્ઠમ વગેરે તપને કરવા છતાં ગુરુના વચનને હું કરીશ નહિ અર્થા આદરીશ નહિ તો હું અનંતસંસારી થઈશ'... આવી ભાવના પણ ભાવે. શ્રાવક જો આવી ભાવનામાં રહે, તો સાધુભગવન્ત કેવા પરિણામમાં રમનારા હોય ? ગુરુનું વચન ન માને તે અનંતસંસારી થાય-આવું સાંભળતાં હૈયાને ચોટ લાગે ને ?... આજે તો સાધુસાધ્વીએ નિયમ લઈ લેવાની જરૂર છે કે ગુરુભગવન્ત ના પાડે તો નથી બોલવું, ચૂપ થઈ જવું છે. ગમે તેટલો આવેશ હોય પણ ગુરુના વચનની ઉપરવટ નથી જ થવું. આટલી પણ તૈયારી ન હોય તેવા સાધુપણું શું આરાધવાના ? આપણી ભવિતવ્યતા ખરાબ છે એમ માનીને નાસીપાસ થવાની જરૂર નથી. ખરાબ વિચાર ભલે આવતા, તેના કારણે એકાદ વાર બંધ ખરાબ પડવાથી અનર્થ થાય તેની પણ ના નથી પરંતુ આ બધું સાંભળવાથી અને વિચારવાથી અનુબંધ તો તૂટશે જ. બંધ ખરાબ પડવા છતાં અનુબંધ તૂટે - એ આપણા માટે ઘણો મોટો ફાયદો છે. આપણે ભવિતવ્યતાને જાણતા નથી માટે જ તે સારી છે એમ માનીને પુરુષાર્થ કરી લેવો છે. પ્રયત્ન કરેલો નકામો નહિ જાય.
* આજે ધર્મના નામે કે માર્ગના નામે આપણે છેતરાયા હોઈએ તો તેનું કારણ એ છે કે આપણી પાસે ધર્મનું-માર્ગનું અર્થપણું નથી. જે મળે તેને ધર્મ માની લીધો, જે મળે તેને માર્ગ માની લીધો. દવા માટે એવું કર્યું ? જે મળે તેને દવા માની લો કે એકસપાયરી ડેટ વાંચીને લો ? અને એવી દવા વેચનારાને ત્યાં જાઓ ખરા ?
સ. લોકમાં તો એવી દવા વેચનારને સજા થાય એવો કાયદો છે.
અમારે ત્યાં પણ કર્મસત્તાનો કાયદો છે જ. જે ન માને તેના માટે કોઈ ઉપાય નથી. તમારા કાયદામાં તો કદાચ છટકી જવાય, કાવાદાવા કરીને ! અહીં તો કોઈ જ
૨૭૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org