________________
છટકબારી નથી. ખુદ મહાવીરપરમાત્માના આત્માએ પણ એક વાર ઉત્સૂત્રભાષણ કર્યું તો તેમનો સંસાર વધારી આપ્યો અને સોળ ભવ સુધી સમ્યક્ત્વથી વંચિત રાખ્યા. આજે ઉત્સૂત્ર બોલનારા સિફતથી પોતાની વાત રજૂ કરે છે. તેવા વખતે સાવધાની આપણે જ રાખવી પડશે. તમારે ત્યાં જેમ પૈસા જેને ધીરવામાં આવે તે કહે ને કે પહેલાં મારા જશે પછી તમારા જશે... વગેરે કહીને તમને વિશ્વાસમાં લે તેવી રીતે અહીં પણ ઉત્સૂત્ર કે ઉન્માર્ગદેશકો ‘અમે પણ પાપભીરુ છીએ, અમે સંસારમાં રખડવા નથી આવ્યા...' આવું આવું કહીને તમને વિશ્વાસમાં લે. આથી માથું ઠેકાણે રાખવું.
સ. ઉત્સૂત્રભાષી ઓળખવા કઈ રીતે ?
જેઓ સુખ મેળવવાની વાત કરે, અનુકૂળતા મેળવવાની વાત કરે, દુ:ખ ટાળવાની વાત કરે તેને ઉત્સૂત્રભાષી સમજવા. વાસક્ષેપ નાંખતી વખતે ‘નિત્થાર પારગા હોહ’ કહેવાને બદલે ‘તમારું કલ્યાણ થશે, સારું થશે'... એવું બોલે તેને ઉત્સૂત્રભાષી સમજવા.
સ. આખો સંસાર છોડીને આવે છતાં આવું ?
એક સંસાર છોડીને બીજો ઊભો કરે તેણે સંસાર છોડચો ન કહેવાય. છોકરી પણ પિયર છોડીને સાસરે જાય છે તો તેણે સંસાર છોડ્યો કહેવાય કે સંસાર માંડયો કહેવાય ? ભૂત-પલિત કાઢનારને પણ એટલી અક્કલ છે કે ફરી વળગે નહિ એ રીતે ભૂત કાઢવું. આજે સાધુસાધ્વીને એટલી અક્કલ ન હોય કે સંસાર પાછો વળગે નહિ તે રીતે જીવવું છે – તો પછી આ જ દશા થાય ને ?
* અત્યાર સુધી સાચું ન શોધ્યું અને સારું શોધવા નીકળ્યા તેના કારણે જ આપણે રખડયા છીએ. સારું શોધવા નીકળ્યા માટે સાચાથી દૂર રહ્યા. માર્ગાનુસારિતા ગમી ગઈ માટે સાધુપણા સુધી ન પહોંચ્યા. ધર્મ સાથે સુખ પણ ભોગવવું છે માટે માર્ગાનુસારિપણું ગમે છે. પૈસાના પૂજારી માર્ગાનુસારિતા પામવા માટે મહેનત કરે, આત્માના પૂજારી સાધુપણું શોધવા નીકળે.
સ. માર્ગાનુસારિતાનાં ઠેકાણાં ન હોય તો સાધુપણાનું સત્ત્વ ક્યાંથી આવે ?
સાપ પાછળ પડયો છે એમ ખબર પડે તો દોડવાની ટેવ ન હોય તોય ભાગવા માંડો ને ? ભય લાગે તો સત્ત્વ આજે પ્રગટે. આજે દુઃખના ભયથી ધર્મ કરતા કર્યા, પાપના ભયથી ધર્મ કરતા ન કર્યા તેનું આ પરિણામ છે. જેઓ દુઃખના ભયથી ધર્મ કરાવે છે તેઓ સાધુપણા સુધી પહોંચાડી નથી શકતા. પાપના ભયથી ધર્મ કરાવે તો સાધુપણા સુધી પહોંચાડયા વિના ન રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૨૭૫
www.jainelibrary.org