________________
* ગૃહસ્થલિંગીને જે ભવના માર્ગ તરીકે કહ્યા છે તે ઘરની જ ચિંતા કરનારા એવા ગૃહસ્થલિંગી સમજવા, ઘરમાં રહે અથવા તો ઘરનું ધ્યાન રાખે એવા ગૃહસ્થલિંગી નથી કહ્યા. ઘરની જ ચિંતા કરે, પોતાના આત્માની ચિંતા ન કરે તેવા ગૃહસ્થો ભવના માર્ગ કહ્યા છે. કર્મના યોગે ઘરમાં રહેવા છતાં આત્માની ચિંતા કરે તો તે ભવના માર્ગ તરીકે ન ગણવા. કુલિંગી એટલે સંન્યાસી, બાવા વગેરે અને દ્રવ્યલિંગી એટલે અભવ્ય
વગેરે.
* આડત્રીસમી ગાથામાં દ્રવ્યલિંગીને જે સંસારના માર્ગ તરીકે કહ્યા તેમાં અહીં શિષ્ય શંકા કરે છે કે – ભગવાનનો વેષ જેઓએ પહેર્યો છે તેઓને સુંદર કોટિના સાધુ ગણવા જોઈએ, એના બદલે તેમને સંસારનો માર્ગ કહીને તેમને માર્ગમાં ન ગણ્યા આવું શા માટે કર્યું ? આજે તમને અને અમને પણ આ શંકા તો છે ને ? આ શંકાનું નિરાકરણ સારસો વરસ પહેલાં ગ્રંથકારે કર્યું છે. જેઓની પાસે સમ્યજ્ઞાન નથી, સમ્યગ્દર્શન નથી અને સમ્યક્ઝારિત્ર નથી તેઓ પોતે તરતા નથી, બીજાને તારી શક્તા નથી, માત્ર વેષ ધારણ કરે છે, તેથી તેઓને સંસારના માર્ગ તરીકે કહ્યા છે. માટે જેણે સાધુપણાનાં કપડાં પહેર્યા છે તે પૂજાને પાત્ર છે આવું ન બોલાય. ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવો હશે તો ગુરુને ઓળખવા પડશે.
સ. સમ્યજ્ઞાનાદિ ન હોય પણ પરિણામ સારા હોય તો ?
સમ્યજ્ઞાનાદિવાળાના પરિણામ સારા જ હોય. પણ માત્ર જ્ઞાનાદિ દેખાતા હોય એના પરિણામ સારા કઈ રીતે માનવા ? પરિણામ સારા ભગવાનની આજ્ઞા મુજબ ચાલતા હોય-તેના હોય. વિરતિને ગ્રહણ કર્યા પછી અવિરતિ સેવે એના પરિણામ સારા ન હોય ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે – સાધુપણામાં પાપની શરૂઆત મનથી થાય પછી વચન અને કાયાથી થાય. ગૃહસ્થપણામાં પહેલાં કાયાથી થાય પછી વચન અને મનથી થાય. કારણ કે ગૃહસ્થો પહેલેથી અવિરતિમાં બેઠા છે અને સાધુભગવન્તો પહેલેથી વિરતિમાં બેઠા છે. સાધુભગવન્તો માટે જાણે, આદરે અને પાળે આ ભાંગો છે. હવે જે તેઓ પાપ કરે તો મનથી જ તેની શરૂઆત થઈ છે – એમ માનવું પડે ને ?
* અવિરતિનું સુખ ગમે એને વિરતિનું સુખ ન ગમે. વિરતિનું સુખ ગમે એને અવિરતિનું સુખ ન ગમે. વિરતિનું સુખ મેળવવું હોય તો મનને મજબૂત બનાવવું પડશે. રસ્તે ચાલતી વખતે કાદવ આવ્યો હોય અને ચક્કર આવતા હોય તો કાદવમાં બેસી જાઓ કે મન મજબૂત કરીને ટેકો લઈને ઊભા રહો ? જ્યારે પ્રતિક્રમણ કરતી વખતે સહેજ ચક્કર આવે તો બેઠાં બેઠાં પ્રતિક્રમણ થાય ને ? શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org