________________
* સમ્યગ્દર્શન જે ટક્યું હશે તો શ્રી નંદીષણમુનિની જેમ ગયેલા ગુણો પણ પાછા આવશે અને સમ્યગ્દર્શન જો ગયું તો આવેલા ગુણો પણ જતા રહેશે.
શુદ્ધપ્રરૂપકની ઉપબૃહણા કરતાં ૩૧મી ગાથામાં જણાવ્યું છે કે પોતાના ગાઢ ચારિત્રમોહનીયકર્મના ઉદયસ્વરૂપ દોષથી ચારિત્રમાં કાંઈક સિદાતા હોવા છતાં પણ શુદ્ધ પ્રરૂપકો પોતાની એ શુદ્ધપ્રરૂપણાગુણના યોગે ભાવપૂર્વક – આદરપૂર્વક પૂજવાયોગ્ય છે. જેની પાસે ચારિત્રરૂપ સાધન કોઈવાર શિથિલ બની ગયું હોય તોપણ પ્રરૂપણા એ પણ તેમને માટે એક પ્રબળ સાધન છે.
સ. ચારિત્ર ગયા પછી તેનો રાગ કઈ રીતે ટકે ?
પૈસો ગયા પછી પણ પૈસાનો રાગ જે રીતે રહે છે તે રીતે. પત્ની મરી ગયા પછી તેની પ્રત્યેનો રાગ કેવો હોય ?
સ. ઊલટું વધારે યાદ આવે.
એ જ રીતે અહીં ચારિત્ર ગયા પછી પણ ચારિત્રનો રાગ સમ્યકત્વના યોગે વધતો જાય અને એ રાગ જ ચારિત્રને પાછું ખેંચી લાવે. ચારિત્રના રાગના યોગે જ, પોતે ચારિત્રમાં સિદાતા હોવા છતાં શુદ્ધ પ્રરૂપણા કરી શકે છે.
સ. શુદ્ધ પ્રરૂપણા ન હોય તેના તપ-ચારિત્ર વગેરે ગુણની અનુમોદના ન કરાય ?
ન કરાય. કરવી હોય તો આવા ચારિત્રની સાથે સમ્યકત્વ પણ હોત તો આ ગુણો લેખે લાગત-આ રીતે કરવી.
* ભગવાનના શાસનમાં ચારિત્ર કરતાં પણ પ્રરૂપણાની કિંમત વધારે છે. કોઈના ચારિત્રમાં શિથિલતા જોઈને મોઢું બગાડવાની જરૂર નથી પરંતુ કોઈની પ્રરૂપણામાં ઉસૂત્રભાષિતા જોઈને ત્યાંથી ઊભા થઈ જવાની જરૂર છે.
* આ રીતે માર્ગની શુદ્ધિ જણાવ્યા બાદ વિવેકી જનો શું કરે છે – તે ૩૨ મી ગાથાથી જણાવે છે કે આ રીતે સન્માર્ગદર્શક એવી આગમસ્વરૂપ દષ્ટિ વડે સામાન્યથી અને વિશેષથી માર્ગ જેણે જાણી લીધો છે તેવા ભવ્યજીવો શુભમાર્ગને લાગેલા હોય છે, પરંતુ જેઓ તત્ત્વાવલોકી નથી તેવા જીવોના ગતાનુગતિક માર્ગસ્વરૂપ ગાડરિયાપ્રવાહમાં તણાતા નથી. ગતાનુગામી એટલે ગયેલાને જ જે અનુસરે, તે. એક ગયો એટલે બીજે ગયો.... એ રીતે વિચારશૂન્યપણે ચાલવું તે ગતાનુગતિક્તા.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org