________________
લોગસ્સ ગણ્યા કે એક : એનો ભ્રમ થાય, તે સ્મૃતિ-અનવસ્થા. ધર્મમાં અનાદર દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે છે. દ્રવ્યથી, કેળાં વગેરે તુચ્છ દ્રવ્યથી ફળપૂજા કરવી; ક્ષેત્રથી, દૂરથી જ (બહારથી જ) ભગવાનનાં દર્શન કરવાં; કાળથી, ભગવાને કહેલા સમયે ન જતાં નવરા હોઈએ ત્યારે કે ટાઈમ મળે ત્યારે દર્શન કરવાં અને ભાવથી, મોક્ષ પામવાને બદલે સંસારસુખની ઈચ્છાથી પૂજા કરવી તે ભાવઅનાદર. મનવચનકાયાનું દુપ્રણિધાન એટલે ભગવાનની આજ્ઞાથી વિપરીત વિચારવું, બોલવું ન કરવું. આ આઠ પ્રકારના પ્રમાદને દૂર કરવાનું મન થાય તો સમજવું કે માર્ગ પ્રત્યે પ્રીતિ જાગી. જેમ અગ્નિ સંતાપ કરનારો છે તેમ પ્રમાદ પણ સન્તાપને કરનારો છે. અજ્ઞાન, સંશય, રાગ, દ્વેષ વગેરે સંતાપ કરનારા હોવાથી અગ્નિ જેવા છે. જેમ નિદ્રા આપણા ચૈતન્યને હરી જાય છે તેમ મોહ આપણા વિવેકરૂપ ચૈતન્યને હરી જાય છે માટે તેને નિદ્રાની ઉપમા આપી છે.
* તત્વાર્થની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આ ત્રણની એકાત્મતા એ માર્ગ છે. ધર્મથી સુખ મળે એવી શ્રદ્ધા એ સમ્યગ્દર્શન નથી. પરંતુ ધર્મથી સુખ છૂટે એ જ માર્ગ છે – એવી શ્રદ્ધા તેનું નામ સમ્યગ્દર્શન.
* આજે આપણી નજર સુખ તરફ છે, તે ખસેડીને મોક્ષ તરફ સ્થિર કરવી છે. તે જ રીતે ધર્મ ઉપરથી માર્ગ ઉપર નજર સ્થિર કરવી છે. દુઃખ ઉપર જે નજર (ટાળવા માટે) સ્થિર છે, તે ખસેડીને પાપ ઉપર સ્થિર કરવી છે.
* માર્ગમાં રહેલો બળદ તેના માલિકને તે સૂતો હોવા છતાં તેને ઈષ્ટ સ્થાને પહોંચાડે છે. માલિક જાગતો હોય તો ઉન્માર્ગે જતાં બળદને કાબૂમાં રાખે છે. બળદમાં પણ એટલી લાયકાત છે કે આજ્ઞામાં રહેવું અને માર્ગમાં ચાલવું. આજે બળદ જેટલી પણ લાયકાત આપણામાં રહી નથી ને ?
* ગૌતમસ્વામી મહારાજાને ભગવાન પ્રત્યે રાગ હતો એવું સાંભળીને, “જો એમના જેવાનો રાગ ન જાય તો આપણો તો ક્યાંથી જાય ?' એવું વિચારવું તેનું નામ ઉન્માર્ગગામિતા. એના બદલે એવા વખતે જો એવું વિચાર્યું હોત કે – “એ મહાપુરુષનું તો રાગનું પાત્ર ચોખ્યું હતું, પોતે ચોખ્ખા હતા અને તેમની પાસે નિષ્કામ ભાવ હતો. છતાં તેમનો રાગ કેવળજ્ઞાનને અટકાવે તો આપણું શું થશે ? કારણ કે આપણાં પાત્ર પણ ચોખ્ખાં નથી, આપણે પણ ચોખ્ખા નથી અને સ્વાર્થ પણ પડેલો છે. આવો રાગ તો આપણને સંસારમાં રખડાવનારો બનશે.' તો સન્માર્ગગામિતા આવત.
૨૬૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org