________________
સ. દુઃખ દોહગ દૂરે ટળે રે .... એમ સ્તવનમાં કહ્યું છે ને ?
એ દુઃખ કયું છે - એ જાણો છો ? કર્મભનિત સુખ તે દુઃખરૂપ છે. પુણ્યના ઉદયથી મળેલું સુખ એ જ દુઃખરૂપ હોવાથી તેને ટાળનારા ભગવાન છે. સ્તવનમાં જ કહ્યું છે કે ‘કર્મજનિત સુખ તે દુઃખરૂપ, સુખ તે આતમઝાખ.” પુદ્ગલની ઝાખ તે સુખ નથી. જેમાં સાધનની પણ જરૂર ન પડે, વિભાવની પણ જરૂર ન પડે એવું આત્માનું સુખ છે. પુદ્ગલનું સુખ દુઃખરૂપ જ છે.
સ. તો પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું પણ દુઃખરૂપ કહેવાય ને ?
તેમાં કોઈ સવાલ જ નથી. જો પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું ય હોય, છોડવાનું જ હોય તો પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય-મેળવવાજેવું કઈ રીતે માનવાનું ? પુણ્યાનુબંધી પુણ્ય સાધનામાં આડું આવે છે. આથી જ તો શાલિભદ્રજીએ પણ પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું સુખ છોડી દીધું.
* શ્રી ઢંઢણઋષિને પર લબ્ધિથી મળેલું નહિ વાપરવાનો નિયમ હતો. તમારે એટલો નિયમ લેવો છે કે – અનીતિથી મળેલું પેટમાં પધરાવવું નથી અને શરીર પર ઓઢવું નથી. પુણ્ય પાંસરું હોય તોપણ ભોગવવાજેવું નથી. એટલું યાદ રાખવું.
* જે પ્રમાદરૂપી અગ્નિથી સંસાર બળી રહ્યો છે તે પ્રમાદ પાંચ પ્રકારનો અને આઠ પ્રકારનો છે. પાંચ પ્રકારનો પ્રસાદ તો પ્રસિદ્ધ છે. મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા. જ્યારે આઠ પ્રકારના પ્રમાદનું વર્ણન અહીં કર્યું છે. અજ્ઞાન, સંશય, વિપર્યય (મિથ્યાજ્ઞાન), રાગ, દ્વેષ, સ્મૃતિની અવસ્થા, ધર્મમાં અનાદર અને મનવચનકાયાનું દુપ્રણિધાનઃ આ આઠ પ્રમાદ છે. ન આવડવું તે અજ્ઞાન નથી, છતી શક્તિએ ભણવું નહિ તેનું નામ અજ્ઞાન. માપતુષમુનિને આવડતું ન હોવા છતાં તેમને અજ્ઞાન નામનો પ્રમાદ ન હતો. સંશય એટલે દ્વિધાભર્યું વલણ. મિથ્યાજ્ઞાન એટલે જૂઠાને સાચું માનવું, સાચાને જૂઠું માનવું તે. અવિધિ કરવાથી મોક્ષ ન મળે એવું માનવું તે સમ્યજ્ઞાન. અવિધિ કરવાથી મોક્ષ ન મળે એવું નહિ, મોડા મળે-એવું માનવું તે મિથ્યાશાન. રાગ અને દ્વેષ આ બે પ્રમાદ તો આપણા જિગરજાન દોસ્ત છે. કાયમ માટે સાથે ને સાથે લઈને ફરીએ. દાદના (ભગવાનના) દરબારમાં પણ સાથે લઈને જ જઈએ ! એના કારણે તો આ સંસારમાં આપણી સલામતી છે. સહેજ દીક્ષાનો વિચાર કરીએ કે તરત દ્વેષ કહેશે ‘દુઃખ આવશે’, રાગ કહેશે “આ બધી લીલા છૂટી જશે”. સ્મૃતિનું અનવસ્થાન ધંધામાં ન નડે. પૈસા આપ્યા કે ન આપ્યા એ ભૂલીએ ? જ્યારે અહીં ધર્મમાં બે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૫૯
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org