________________
તેનું કારણ એ છે કે તેઓ સાચું સમજવા પ્રયત્ન નથી કરતા. સાચું સમજીને આરાધવું એ જુદું અને સાચું માનીને આરાધી લેવું એ જુદું. સાચું માની લેવાથી સાચું બની જતું નથી. સોનું ખરીદવા જાઓ તો સાચું માનીને લો કે સાચું પારખીને ?
* શરૂઆતમાં મધુર લાગે અને પરિણામે કટુ હોય એવું વચન બોલનારા અને સાંભળનારા ઘણા છે. કારણ કે પરિણામ અત્યારે ભોગવવાના નથી અને વર્તમાનની મધુરતા ગમી જવાની છે. આ રીતે માત્ર વર્તમાનને જોઈને ચાલનારા પરિણામે ભયંકર એવી પણ પ્રવૃત્તિમાં મજેથી પ્રવર્તે છે. જ્યારે વર્તમાનમાં કટુ એવું પણ પરિણામે હિતકર બોલનારા અને સાંભળનારા વિરલ છે. આપણી પાસે આવનારાને આવતો કરવાને બદલે, દોષરહિત કરવો છે. આવનારના ગુણ ગાવાના બદલે તેના દોષો બતાવવા છે. ઉપાશ્રયમાં જતો-આવતો કરે તે ઉપકારી નહિ, માર્ગે ચાલતા કરે તે ખરા ઉપકારી. તમે ભાગ્યશાળી છો, પુણ્યશાળી છો, આટલો ધર્મ કરો છો .... વગેરે નથી કહેવું. તમને સુખનો રાગ નડે છે, દુઃખનો દ્વેષ નડે છે, અજ્ઞાન-કદાગ્રહ નડે છે... આવું કહે તો સમજવું કે કટુ પથ્ય બોલનારા મળ્યા. આજે મોટે ભાગે સુખી જીવોને રાગ નડે અને દુઃખી જીવોને દ્વેષ નડે તેમ જ ધર્માત્માને મોહ નડે. “હું જે કરું છું તે જ બરાબર છે'. આવો કદાગ્રહ તેનું જ નામ મોહ-અજ્ઞાન. આજે સાધુસાધ્વી બનેલાને પણ મોહ નડે છે. તેમને ચારિત્ર નિર્મળ જોઈએ છે, પણ નિર્મળનો અર્થ નથી સમજવો. ગ્લાસ ઓખો જોઈએ અને પાણી ગંદું ચાલે એવાને શું કહેવું ?
* આત્માને માનનારા ક્યારેય શરીરના પૂજારી ન હોય.
* અશાતા વેદનીયને ભોગવીને પૂરું કરવાનું સ્થાન તેનું નામ સાધુપણું. દુઃખ તો આપણા કપાળે લખાયેલું જ છે. ગમે તેટલાં સુખનાં સાધનો વસાવો, એકે ય કામ નથી લાગવાનાં. ગૃહસ્થપણામાં ભોગવીએ, સાધુપણામાં ભોગવીએ, નરકગતિમાં ભોગવીએ કે તિર્યંચગતિમાં... દુઃખ ભોગવ્યા વિના નહિ ચાલે. તેમાંથી સાધુપણામાં જે દુઃખ ભોગવી લઈએ તો એ દુઃખનો અંત આવી જશે.
* રોગીને અપથ્ય જ રુચે. આ ન્યાયે ભવરોગીને ભવની ભયંકરતાની કે ચારિત્રની રમણીયતાની વાત ન જ ગમે. અને સંસારના સુખની વાતો જ ગમવાની. તેવા વખતે ભગવાનની આજ્ઞા સમજાવીએ, સુખ છોડવાની કે દુઃખ વેઠવાની વાત કરીએ તો તે પથ્યકારી હોવા છતાં કડવી જ લાગવાની. આથી જ કહ્યું છે કે પ્રિય એવું અપથ્યકારી બોલનારા ઘણા છે, અપ્રિય એવું પથ્ય બોલનારા વક્તા અને શ્રોતા દુર્લભ છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org