________________
જ જો શ્રાવકને શુદ્ધ માર્ગ જણાવીશું તો એષણીય અને અષણીયના જાણકાર બનેલા શ્રાવકો વસ્ત્રપાત્રાદિ અનુકૂળ વહોરાવશે નહિ. આ રીતે પોતાના સત્કારાદિના હેતુથી પણ વિશુદ્ધમાર્ગ ન કહે. તે જ રીતે જો વિશુદ્ધમાર્ગની દેશના આપે તો પાસત્થાઓને “આ આપણી નિંદા કરે છે” એવું લાગવાથી, ગુસ્સે થયેલા પાસત્થાઓ નગરમાંથી કાઢી મૂકશે, વસતિ નહિ આપે-એવા ભયથી વિશુદ્ધ માર્ગ ન કહે. તેવાઓ ભવાન્તરમાં ભગવાનનો માર્ગ નહિ પામે, કારણ કે તેમણે સમ્યમાર્ગનો લોપ કર્યો છે – આથી તેઓ અનન્તસંસારી બને છે.
* આજની આપણી ધર્મની પ્રીતિ માર્ગને ભૂંસી નાખનારી છે. માર્ગની પ્રીતિથી જો ધર્મ કરતા રહ્યા હોત તો ધર્મ અને માર્ગને એક કરી શકત. પ્રવૃત્તિ કર્યા પછી પાઠ શોધવા નીકળવું એ માર્ગાનુસારી નીતિ નથી. પાણી પીધા પછી ઘર પૂછવા જેવી એ વાત છે. પાઠ વગર પ્રવૃત્તિ કરે અને પાછળથી કદાચ પાઠ મળી જાય તો પણ તે પ્રવૃત્તિ આજ્ઞાના ઉપયોગ વગરની હોવાથી દ્રવ્ય-તુચ્છ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે અસ્મલિતાદિ ગુણોથી યુક્ત એવું સૂત્ર શુદ્ધોચ્ચારપૂર્વક બોલવામાં આવે છતાં પણ જે તેમાં ઉપયોગ ન હોય તો તે દ્રવ્યક્રિયા છે.
* મહાપુરુષો પાસે જે શ્રદ્ધા અને સત્ત્વ હતું તેના કરતાં અનન્તમા ભાગે પણ અમારી પાસે નથી. તેમની શાસનરક્ષા, માર્ગ પ્રત્યેની પ્રીતિ, અવિહડ શ્રદ્ધા, પ્રવચનની પ્રભાવના, તત્ત્વનો પક્ષપાત, અપ્રતિમ સત્ત્વ... એ બધા ગુણો પામવા માટે બીજો ભવ કરવો પડશે. કાળ ખરાબ છે એની ના નથી, પણ આપણે ખરાબ નથી થવું. જ્યાં ઊભા છીએ ત્યાંથી આગળ ન જઈએ, પણ ત્યાંથી નીચે તો નથી ઊતરવું. જે છે તેને ચલાવી કે નભાવી નથી લેવું, સુધારી લેવું છે.
* શિષ્ય કહે છે કે ઉન્માર્ગદશનામાં દુર્લભબોધિ બનવા જેવો મોટો દોષ છે તો તેઓ આવી દેશના કેમ આપે છે – તેનું નિરાકરણ આગળની ગાથાથી કરે છે. શ્રોતાને જે ગમે, અનુકૂળ પડે એવું બોલવું તે ઉન્માર્ગદશકોની નીતિ હોય છે. શ્રોતાજનના હિતની વિચારણાને બદલે શ્રોતાને આપણી પ્રત્યે પ્રીતિ ટકી રહે એવા પ્રયત્ન ઉન્માર્ગદશકો કરતા હોય છે. જેઓ ભગવાનની વાત સમજી જાય તેવાઓ પોતાનાથી વિમુખ બની જશે એવો ભય સતત સતાવે તેથી શ્રોતાના આવર્જન માટે પ્રરૂપણા કરનારાની દેશના ઉન્માર્ગદશના જ બનવાની. આપણાથી વિમુખ બને તો ભલે, કારણ કે એથી તે ભગવાનની સન્મુખ બને તો સારું જ છે. પરંતુ જેઓને પોતાનો જ વર્ગ વધારવો હોય તેને આ બધું ન ગમે. આજે લોકો પણ આવાઓની વાતમાં આવે છે.
૨૫૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org