________________
વગેરે દ્રવ્યસ્તવ છે. ગૃહસ્થપણાનાં અનુષ્ઠાન દ્રવ્યસ્તવ ગણાય, કારણ કે તે ભાવસ્તવરૂપ સાધુપણાનું કારણ છે. જ્યારે સાધુના દરેક અનુષ્ઠાન ભાવસ્તવરૂપ ગણાય. ગૃહસ્થને પ્રતિક્રમણ કરવા માટે આવવું હોય તોપણ દાન આપતાં આપતાં આવવાનો વિધિ છે, સાધુભગવન્તનું પ્રતિક્રમણ એવું નથી હોતું. જેને પાપ ખટકે તેને પરિગ્રહ પણ ખટકે ને ? સાધુપણાનાં દરેક અનુષ્ઠાન વિરતિપ્રત્યયિક હોવાથી ભાવસ્તવસ્વરૂપ છે, તે પણ આગમાનુસારે કરાયેલા હોય તો. આગમ એટલે ગણધરભગવંતોએ કરેલ શાસ્ત્રની રચના. ગણધરભગવન્તોના વચન પર આદર ન જાગે તે ભાવસ્તવના અધિકારી નથી. ગણધરભગવન્તો છમસ્થપણામાં બોલ્યા હોવા છતાં સર્વજ્ઞભગવન્ત તેના પર મહોરછાપ મારી હોવાથી તે વચનો આપણા માટે પરમશ્રદ્ધેય કોટિનાં છે. આગમાનુસાર અનુષ્ઠાનનું પ્રાધાન્ય જણાવતાં ટીકામાં ફરમાવ્યું છે કે પોતાની રુચિથી કરેલ અનુષ્ઠાન નિષ્ફળ છે. શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ ન મળે તે રુચિ મુજબનું અનુષ્ઠાન છે-એમ સમજી લેવું. જે શાસ્ત્રના પાને મળે તે શાસ્ત્રસિદ્ધ કહેવાય અને જે શાસ્ત્રના આધાર વિના સ્વમતિકલ્પનાથી કરાયેલું હોય તે ઈચ્છા મુજબનું અનુષ્ઠાન કહેવાય. આવું સ્વૈચ્છિક આચરણ નિષ્ફળ હોય છે.
* અહીં (પ્રતમાં) જે ન્યાયાર્જિત પદની ટીકા કરી છે તેમાં સ્વામિદ્રોહ... આ પદમાં કંઈક અશુદ્ધિ રહી ગઈ લાગે છે. સ્વામિદ્રોહ, વિશ્વસિતનું વંચન, ચોરી વગેરે ગર્લ્સ આચારના વર્જનપૂર્વક અર્થોપાર્જનના ઉપાયભૂત એવો પોતપોતાના કુલાચારને અનુરૂપ જે સદાચાર તેને ન્યાય કહેવાય છે – આવો અર્થ છે. ન્યાયાર્જિતદ્રવ્યથી જ જિનમંદિરાદિ કરવા જોઈએ એવું કહેવા દ્વારા એમ સૂચવ્યું છે કે અન્યાયાર્જિત ધન વડે જિનમંદિરાદિ બંધાવવું તે માર્ગાનુયાયી નથી. આ પ્રમાણે ટીકાકારે જણાવ્યું છે.
* ફુદ વ ... કેવળ ભાવનું આલંબન લેવું તે ભાવસ્તવ અને માત્ર દ્રવ્યથી જ ક્રિયામાં પ્રવર્તવું તે દ્રવ્યસ્તવઆવા પ્રકારની વ્યાખ્યા તુચ્છ અર્થને જણાવનારી હોવાથી અહીં એવી વ્યાખ્યા કરી નથી.
* ન્યાયથી ઉપાર્જિત એટલે જે સ્વામિદ્રોહ, વિશ્વસનીયને ઠગવું, ચોરી-લૂંટ વગેરેથી તેમ જ દારૂ, જુગાર, અભક્ષ્યાદિના ગહણીય ધંધાથી મેળવેલું ન હોય તે ન્યાયાર્જિત ધન કહેવાય. ચોરી અને લૂંટમાં એટલો ફરક છે-માલિકના અજાણતાં લઈ જવું તે ચોરી કહેવાય અને માલિકના જાણતાં લઈ જવું તે લૂંટ કહેવાય.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org