________________
દેવદ્રવ્યની જેમ વપરાય. ગુરુભક્તિ માટે આવેલું વસ્ત્રપાત્રાદિ ગુરુના ઉપયોગમાં આવે. શાસ્ત્રીય પરિભાષામાં આ બંન્ને ગુરુદ્રવ્ય કહી શકાય. દેરાસરના ભંડારમાં આવેલું દ્રવ્ય અને ભગવાનની ભક્તિ માટે આવેલું દ્રવ્ય : બંન્ને દેવદ્રવ્ય કહેવાય. પણ ભંડારના દ્રવ્યથી ભગવાનની પૂજા ન થાય, ભક્તિ માટે આવેલા દ્રવ્યથી થાય. તેમ અહીં સમજવું.
* ગૃહસ્થપણાનો ધર્મ હોય કે સાધુપણાનો ધર્મ : બંન્નેનું ફળ તો એક મોક્ષ જ છે. માર્ગમાં ભેદ પડ્યો છે તે માત્ર સત્ત્વ વગેરેના ભેદના કારણે છે, આશયભેદના કારણે કે ફળભેદના કારણે નહિ. ફળ એક જ પ્રકારનું છે, ફળને પામવાનો આશય પણ એક-સરખો છે માત્ર શક્તિ ન હોવાથી સાધનમાં ફરક પડ્યો છે. સામા ગામમાં જવા માટે કોઈ ગાડીમાં જાય, કોઈ સાયકલ પર જાય ને કોઈ પગપાળા પણ જાય. ત્રણેનો આશય એક જ છે ને ? તેવી રીતે ગૃહસ્થપણાનો ધર્મ પણ જે મોક્ષના આશયવાળો હોય તો જ તે દ્રવ્યસ્તવ કહેવાય. આજે તમે કે અમે જે ધર્મ આરાધીએ છીએ તે મોક્ષના આશયવાળો છે ખરો? અમે સિદ્ધ થવા માટે દીક્ષા લીધી કે માત્ર સાધુ થવા માટે દીક્ષા લીધી? તમે શ્રાવકપણું શેના માટે પાળો છે ? સાધુ થવું નથી માટે કે સાધુ થવાતું નથી માટે ? નવકારશી કરીએ છીએ તે ઉપવાસ કરવો નથી માટે કરીએ છીએ કે ઉપવાસ થતો નથી માટે? આજે અમારે સિદ્ધ થવું નથી માટે સાધુપણું પાળીએ છીએ અને તમારે સાધુ થવું નથી માટે શ્રાવકપણું પાળો છો - એવી જ દશા તમારીઅમારી છે ને ? સાધુ થવા માટે તમારો પ્રયત્ન હોય અને સિદ્ધ થવા માટેનો અમારો પ્રયત્ન હોય : એવું દેખાય છે ખરું ? તમને શ્રાવક થયાનો સંતોષ છે અને અમને સાધુ થયાનો સંતોષ છે ને ? આજે તમે કે અમે મોક્ષના ધ્યેયને ભૂલી ગયા હોવાથી તમારો કે અમારો ધર્મ માર્ગરૂપ નથી બની શક્તો. આજે તમે કે અમે માત્ર સુખ મેળવવા અને દુઃખ ટાળવાના જ પ્રયત્નમાં લાગ્યા છીએ ને ? આજે આપણી પાસે સુખ છોડવાનો ને દુઃખ ભોગવવાનો સંકલ્પ નથી તે જ તો પ્રણિધાનના અભાવને સૂચવે છે. સુખ છોડવું છે અને દુઃખ ભોગવી લેવું છે. આવા સંકલ્પને જ પ્રણિધાન કહેવાય છે.
* જે ભાવસ્તવનો અધિકારી ન હોય તેના માટે દ્રવસ્તવ છે. આજે મનુષ્યજન્માદિ સામગ્રી પામી મોક્ષમાં જવાનો અધિકાર મળવા છતાં સંસારના સુખો મેળવવા માટે પ્રયત્ન કરવો તે અનધિકાર ચેષ્ટા છે.
૪ ભાવસ્તવ અને દ્રવ્યસ્તવનું સ્વરૂપ જણાવતાં નવમી ગાથામાં ફરમાવ્યું છે કે યાજજીવ આગમની વિધિ મુજબ અર્થાત્ શાસ્ત્રના વચન મુજબ ચારિત્રનું પાલન કરવું એ પહેલો ભાગસ્તવ છે. તેમ જ ન્યાયથી ઉપાર્જિત દ્રવ્ય વડે જિનભવન કરાવવું
૨૨૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org