________________
તો દીક્ષા આજે હું આપવા તૈયાર છું. બીજાની જાતને સુધારવાનો ઠેકો આપણે નથી લીધો, આપણે આપણી જાત સુધારી લેવી છે. સાચો માર્ગ પામવો છે, આરાધી લેવો
* છોડવું સહેલું છે, ઈચ્છા મારવી કઠિન છે. ઉપવાસ કરવો સહેલો છે, ભાણે બેઠા પછી ત્યાગ કરવો કઠિન છે. જે તપ કર્યા પછી વિગઈ વાપરવી પડે તેવો તપ નથી કરવો-તે માર્ગાનુસારી ધર્મ.
* મૂઢ લોકો ભાગસ્તવ લીધા પછી દ્રવ્યસ્તવમાં પ્રવર્તે છે. આ મૂઢતા કેવી હોય છે તે દષ્ટાન્તથી સમજાવે છે, ગાથા સોળમીથી. આશય એ છે કે દંતિકૃત એ માંસનું પર્યાયવાચી (બીજું નામ છે. માંસની નિવૃત્તિ કરીને કોઈક અવિવેકી “દંતિકૃત’ એવા શબ્દભેદથી જેમ માંસને સેવે છે તે રીતે આરંભ-સમારંભની નિવૃત્તિ કરીને પરવ્યપદેશથી અર્થી દેવતા વગેરેના નામે ફરી આરંભાદિને કરવાનું કામ બાળ જીવો કરે છે. માંસની નિવૃત્તિ-ત્યાગ કર્યા પછી માંસના બદલે તેના પર્યાયવાચી બીજા નામે ફરી માંસને સેવવાની પ્રવૃત્તિ કરે અને પાછો કહે કે હું માંસ નથી ખાતો, દંતિકૃત ખાઉં છું તે બાલછવો છે. તે જ રીતે અહીં પણ સાધુ થયા પછી દ્રવ્યસ્તવ કરે અને પાછા કહે કે અમે સાવધ કાર્ય નથી કરતા, ભગવાનની ભક્તિ જ કરીએ છીએ-આનું નામ મૂઢતા. વર્તમાનમાં શાસનપ્રભાવનાના નામે દ્રવ્યસ્તવ કરવાનું કામ પૂરજોશમાં ચાલે છે. આ પણ મૂઢતાનો નમૂનો છે ને?
* જેઓ ધર્મના અર્થપણાથી ચૈત્યાદિની ચિંતામાં પ્રવર્તે છે તેને બાલ કઈ રીતે કહેવાય? .... આવા પ્રકારની શંકા જેને હોય તેનું નિરાકરણ કરતાં સત્તરમી ગાથા જણાવી છે કે – તીર્થંકરના ઉદ્દેશથી પણ સંયમને, સુગતિ એટલે કે પંચમગતિરૂપ અપવર્ગના પ્રધાન કારણ સ્વરૂપ સંયમને શિથિલ ન કરવું. જે કારણથી ખુદ તીર્થંકરભગવતે પણ એમ (વસ્થમાણ) કહ્યું છે. તીર્થંકરભગવન્ત આ અનુસંધાનમાં શું કહ્યું છે તે અઢારમી ગાથાથી જણાવ્યું છે.
* વર્તમાનની પરિભાષામાં કહીએ તો તીર્થયાત્રા કરવા માટે પણ સાધુભગવન્તો જાય નહિ. કારણ કે તેવા વિહારમાં તેમ જ તીર્થસ્થાનમાં પ્રાયઃ રસોડાં જ ચાલતાં હોય તેથી આધાકર્માદિ દોષનું સેવન થાય, માર્ગમાં સામાન લઈ જવા માટે માણસ, સાઈકલ, ગાડી રાખવી પડે. આવી તો કંઈક શિથિલતા સેવવી પડે. આ શિથિલતા કાયમ માટે રહી જાય. યાત્રા તો એક વાર થઈ જાય પણ એના માટે સેવેલી શિથિલતાઓ કાયમ માટે રહી જાય છે – આ મોટું નુકસાન છે. ભગવાનના નામે કે શાસનપ્રભાવનાના નામે પણ ૨૩૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org