________________
ન રહે. જેઓ બાહ્ય કે અભ્યન્તર ચેષ્ટાથી બીજાના ભાવને જાણી શકે તે બીજાને સિદાતા હોય તો સહાય કર્યા વિના ન રહે. આ ગુણ સાધુપણામાં પણ ગુર્નાદિકની ભક્તિ માટે ઉપયોગી છે. ઇંગિતાકારસંપન્નતા આ ગુણના પ્રભાવે આવે છે. લોકમાં પણ બીજાના અભિપ્રાય જાણવામાં કુશળ હોવાથી પોતાને અને બીજાને કોઈ પણ જાતની બાધા ન પહોંચે તે રીતે સર્વ ઠેકાણે પ્રવૃત્તિ કરનારા હોય છે.
* શાસ્ત્રમાં શ્રાવકનાં જે વિશેષણો આ રીતે આપેલાં છે તે ત્યારે જ ઘટે કે જ્યારે શ્રાવકને સૂક્ષ્મ ભાવો સમજાવવામાં આવ્યા હોય. ભગવાને જે દેશના આપી હતી તે બાર પર્ષદાની વચ્ચે આપેલી. એમાં છુપાવવા જેવું કશું નથી. કોઈ જીવની અયોગ્યતાના કારણે તેને વિપરીત પરિણમે એ જુદી વાત. આ રીતે શાસ્ત્રમાં સૂક્ષ્મવિચાર શ્રાવકોને જણાવવાનું કહ્યું છે માટે તેનો નિષેધ કરનારા ઉન્માર્ગદશક છે.
* હવે બીજી ઉન્માર્ગદશના જણાવતાં ર૫મી ગાથાથી કહે છે કે જેઓ સિધાન્તનાં તત્ત્વોને છુપાવીને ઉપદેશ આપે છે અને સુસાધુની નિંદા કરે છે તેઓ પોતાના શરણે આવેલાઓના વિશ્વાસનો ઘાત કરનારા છે.
* પોતાની બુદ્ધિથી સાચા કે ખોટા ધર્મની પરીક્ષા-વિવેક કરવા માટે જેઓ સમર્થ નથી તેઓ ધર્મને પૂછતાં આવે ત્યારે એવા ભવ્ય પ્રાણીઓને, આહારવસ્ત્ર-પાત્ર વગેરેમાં લબ્ધ થયેલા એવા સાધુઓ ઉન્માર્ગદશના આપતા હોય છે. જેને અવિરતિ ગમે તે પાપ કર્યા વગર ન રહે. અવિરતિને ભોગવવાની ઈચ્છા હોય તે જ ભગવાનના વચનથી વિપરીત દેશના આપે અને જેને મોક્ષ ન ગમે તેને અવિરતિ ઉપાદેય લાગે.
* જેમ પૈસો વધે તેમ પુણ્યોદય વધ્યો એમ માનવાની જરૂર નથી, ઊલટું પાપોદય શરૂ થયો છે એમ સમજવું, કારણ કે જેમ પૈસો વધે તેમ રાગ વધે ને? અને રાગ એ પાપ છે ને ? તો પાપોદય માનવાનો ને ?
* સાધુભગવન્તને માનસન્માન, ભક્તગણ, પરિવારજન, શિષ્યવર્ગ, આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેની આસક્તિ હોવાથી તેઓ ઉન્માર્ગગામી અને ઉન્માર્ગદશક બને છે. આજે શ્રાવકોએ બે નિયમ લઈ લેવાના કે જે આપવું છે તે સંયમને અનુકૂળ હોય તો આપવું અને તે પણ ગુરુમહારાજને પૂછીને પછી સાધુભગવન્તોને વહોરાવવું.
* આહારાદિમાં લુબ્ધ થયેલા કુસાધુ, સાચા સાધુની નિંદા એટલા માટે કરે કે જેથી મુગ્ધ શ્રાવકો તેમની વાતમાં આવીને પોતાને દોષિત ગોચરી વહોરાવતાં અટકે નહિ. વિવેકી બનેલા એવા શ્રાવકો આધાકર્માદિથી યુક્ત એવા આહારાદિ નહિ આપે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org