________________
આવા ડરથી સ્વચ્છંદી એવા તે સાધુઓ ઉન્માર્ગદશના આપે છે. જેઓ સુસાધુ છે, શુદ્ધ આહારાદિની ગવેષણા કરે છે તેમને કપટી-દેખાવ કરનારા વગેરે કહેવા દ્વારા તેમની નિંદા કરે છે. સુસાધુઓ માટે “આ લોકો તો બગલા જેવી વૃત્તિવાળા છે. દેય વસ્તુ અને તેને લેનાર શુદ્ધ જ હોવા જોઈએ એવા બહાને દાનનો નિષેધ કરનારા છે...” આવું આવું કહીને તેમનું વચન ન સાંભળવું એવું શ્રાવકોને જણાવીને તેમને ઉન્માર્ગે વાળીને તેમની સુગતિ (સદ્ગતિ)ને હણનારા એવા આ ઉન્માર્ગદશક હોય છે. તેમ જ “આહારનું દાન એકાન્ત લ્યાણકારી છે, તેમાં પાત્રાપાત્રનો વિવેક કરવો, એષણીય-અષણીયનો વિચાર કરવા બેસવું-એ તો કૃપણતાનાં લક્ષણ છે, ઉદારતા નથી. તેથી આહારદાન કરવું એ જ શ્રેષ્ઠ છે. એના કારણે શ્રાવકો કલ્પતરુ જેવા કહ્યા છે. તમે નહિ આપો તો તીર્થ કેમ ચાલશે માટે આપતા રહો ..” આવું કહીને તેમને ઉન્માર્ગે દોરી દુર્ગતિમાં પહોંચાડે છે.
* આજે સાધુપણામાં આવેલાને બે ચાર શિષ્યો થઈ જાય એટલે ગુરુથી વિમુખ થઈ જાય અને શિષ્યનું મોટું જોઈને જીવવા માંડે ! પોતાની જાતને તારવા માટે અને ગુરુનું મોઢું જોઈને અહીં આવેલા સાધુસાધ્વી એટલું વિચારે કે મેં દીક્ષા લીધી છે શા માટે ?, કોનું મોઢું જોઈને દીક્ષા લીધી છે? અને આજે કોની સામે જોઈને જીવું છું તોય તેમનો વિસ્તાર થયા વિના ન રહે.
* આહારાદિમાં લુબ્ધ થઈ લોકોને ઉન્માર્ગે દોરી જનારા સાધુઓ માટે અહીં જણાવ્યું છે કે જે રીતે પોતાને શરણે આવેલા જીવોનું મસ્તક કોઈ છેદી નાખે તે રીતે ઉસૂત્રની પ્રરૂપણા કરનારા આચાર્ય, શરણે આવેલાને દુર્ગતિમાં ઘસડીને લઈ જનારા છે. ઉન્માર્ગદશના આપનારને ગાઢ મિથ્યાત્વ અને ચારિત્રમોહનીય બંધાય તેમ ઉન્માદેશનાને જાણવા છતાં સાંભળનારાને પણ ગાઢ મિથ્યાત્વ-ચારિત્રમોહનીયનો બંધ થાય. કારણ કે શ્રોતાઓ વક્તાને પ્રોત્સાહન આપનારા બનવાથી વધુ પાપના ભાગીદાર બને છે. આથી જ કહ્યું છે કે નિંદા કરનાર કરતાં સાંભળનાર વધુ દોષના ભાગીદાર છે.
* આપણે શુદ્ધ આચારનું પાલન કરીએ ત્યારે શુદ્ધ પ્રરૂપણા કરવાનું કામ અઘરું નથી. પરંતુ શુદ્ધ આચારનું પાલન થઈ શકે એવું ન હોય તેવા વખતે શુદ્ધ પ્રરૂપણા કરવાનું કામ સહેલું નથી. સિદ્ધાન્ત પ્રત્યેનો અનુરાગ જેને હોય તેવા લઘુકર્મી આત્મા પ્રરૂપણામાં શિથિલ બનવાથી બચી શકે. શ્રી આચારાંગ સૂત્રમાં શિથિલ પ્રરૂપણા કરનારાને બીજી બાલતા (મૂર્ખતા) કહી છે. જેઓ આચારમાં શિથિલ બને તેઓની પાસે પહેલી
૨૫૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org