________________
છે કે શ્રાવક દેવતાનું બિંબ-પ્રતિમા વગેરે કોઈ પણ ધાર્મિક પુસ્તકો કે ઉપકરણોને વેચીને આજીવિકા ન ચલાવે. ધર્મનાં ઉપકરણનો ધંધો કરવાથી ખરીદનાર વ્યક્તિએ પ્રતિમાજી વગેરે માટે કલ્પેલા કલ્પિત દેવદ્રવ્યાદિના ભક્ષણનો દોષ લાગે માટે તેવો વ્યાપાર ન કરવો. જ્ઞાનનાં ઉપકરણો પણ વેચાય નહિ અને જ્ઞાન પણ વેચાય નહિ. જૈન, પંડિત થઈને ભણાવે નહિ. ભણાવે તોપણ પગાર ન લે. દેવદ્રવ્ય વ્યાજે મૂકીને વધારતી વખતે સામે સુવર્ણાદિ લીધા વિના ન આપે. પોતાની વસ્તુ મૂકીને પણ પોતે વ્યાજે ગ્રહણ ન કરે તેમ જ જેની પાસે દેવદ્રવ્યનું દેવું હોય, તેની પાસે કે તેના બળદ વગેરે પાસે વેઠ ન કરાવે.
* અર્થકુશળ તેને કહેવાય કે જે ચોક્કસ ફળ આપે એવો નિરવદ્ય વસ્તુનો વ્યાપાર કરે. અનાજ વગેરે સચિત્ત હોવાથી તેમાં પાપ ઘણું લાગે. માટે અચિત્ત એવાં કાપડ વગેરેનો ધંધો કરે.
* કામકુશળ એટલે પોતાના ઘરની સ્ત્રી કે ઘરના લોકો પ્રત્યે માર્દવથી એટલે મૃદુતાથી અનુવર્તન કરે. પંચમ સ્વરમાં વાત કરે તે શ્રાવક નહિ. અવાજ મોટો થાય તે શ્રાવકનાં ઘર નહિ. શ્રાવકનાં ઘરોમાં ઘોંઘાટ ન હોય – ખરું ને ? ઘરના લોકો ખરાબ છે એવું માનવાના બદલે હું ખરાબ ન થઉં માટે સારી રીતે વર્તે. ઘરાક સાથે જેમ મીઠી મીઠી વાત કરો પણ હૈયું ન આપો ને ? તેવી રીતે શ્રાવક પરિવારજનો પ્રત્યે મૃદુતા રાખે અને સાથે કાયમ માટે હૈયું પોતાની પાસે રાખે. ક્યારે પણ તેમને હૈયું ન આપે.
સ. માયા કરી ન કહેવાય ?
ધર્મમાં માયા ન લાગે. રાગ ન થઈ જાય, અવિરતિનું પાપ ન લાગી જાય એ માટે હૃદયનું અર્પણ ન કરે. સંસારમાં પડી ન જઈએ અને મોક્ષથી દૂર ન થઈ જઈએ માટે હૈયું નથી આપવું. પડ્યા પછી વાગે નહિ – એ માટે આટલી સાવધાની રાખવાની.
* લોકવ્યવહારમાં કુશળ તેને કહેવાય કે જે રાજકુળમાં ગમન કરે, રાજવિરુદ્ધનું વર્જન કરે. પ્રધાન એટલે ઉચ્ચ કુળના હોય, શિષ્ટ હોય તેવા લોકોની સાથે સંબંધ કરે, પરિચયમાં રહે. તેમ જ જન્મથી, જ્ઞાનથી અને જાતિથી જે વૃદ્ધ હોય તેઓની સેવા કરનારો હોય.
* તે ઉપરાંત શ્રાવક બીજાના ભાવને જાણવા માટે કુશળ હોય. સાધર્મિકને સિદાતો જોઈને તેને સ્થિર કરવા માટે પ્રયત્ન કરે. સારો માણસ પોતાનું દુઃખ બીજાને કહે નહિ, બીજાની આગળ ગાય નહિ અને સારો માણસ બીજાનું દુઃખ જાણ્યા વિના
૨૫૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org