________________
અને ધર્મ સડેલો ચાલે? સંસારના સુખની ઈચ્છા એ ધર્મનો સડો છે. આપણી ઈચ્છા મુજબ આરાધેલો ધર્મ એ સડેલો ધર્મ છે. ખાવાથી કામ છે એમ માનીએ કે ખાધેલું પચે એવું ખાવાથી કામ છે? તેવી રીતે આરાધનામાત્રથી કામ નથી, વિરાધનાથી બચીએ એવી આરાધનાથી કામ છે. આપણને માત્ર દવાનું કામ છે કે સાજા થવાનું કામ છે !
* પુણ્ય બંધાય કે ન બંધાય, સુખ મળે કે ન મળે, દુઃખ જાય કે ન જાય, માનસન્માન મળે કે ન મળે, આપણે ધર્માત્મા કહેવાઈએ કે ન કહેવાઈએ-તેની ચિંતા નથી પણ આરાધનાનું ફળ તો મળવું જ જોઈએ. આટલી તૈયારી કરીને ધર્મ કરવા આવવાનું. આપણે આરાધનાથી કામ છે એના બદલે આપણે આરાધનાના ફળથી કામ છે – એમ બોલો. ડોક્ટર પાસે જતી વખતે સાજા થવાનો ભાવ હોય અને ધર્મ કરતી વખતે સાધુ થવાનો કે મોક્ષે જવાનો ભાવ ન હોય તે ચાલે. આરાધનાનું લક્ષ્ય સારું છે – એની ના નહિ. પણ આરાધનાની સાથે ફળ પામવાનું લક્ષ્ય ન હોય તે ભયંકરકોટિનું છે. દુકાનમાં જેટલા આવે તે માલ લેવા જ આવે કે ચોરી કરવા પણ આવે ? સ્કૂલમાં જનારા ભણવા માટે જ આવનારા હોય કે રમવા આવનારા પણ હોય? તેવી રીતે ધર્મસ્થાનમાં આવનારા ધર્મના જ અર્થી હોય એવું માની લેવાની જરૂર નથી.
સ. ધર્મની ચોરી અમે નહિ કરીએ.
તમને કશું જોઈતું જ નથી – એમ માનવું પડે એવું છે ને ? તમે ધર્મ સંમૂઈિમની જેમ જ કરો છો ને? આગળ વધીને ધર્મ કરો તો સુખ મેળવવા માટે જ કરો ને? જે ધર્મ મોક્ષ આપે છે તે ધર્મથી પુણ્ય બાંધવું અને સંસારનું સુખ મેળવવું એ ધર્મની ચોરી છે. સંસારનાં સુખોને શાસ્ત્રકારોએ ઘાસજેવા કહ્યાં છે ને? અને ધર્મ ચિંતામણીરત્ન કહેવાય ને? ઘાસ માટે ચિંતામણિરત્ન વેચે તેને કેવો કહેવાય ? દેવો પણ દેવલોકનાં સુખોને ઘાસતુલ્ય ગણે છે. દેવતાઓ જેને ઘાસતુલ્ય ગણે તેને આપણે ફળ માનીએ તો આપણે દેવતા કરતાં પણ વિદ્વાન છીએ ને ? એક ભાઈ મારી પાસે આવ્યો અને તેણે કહ્યું કે “તમે ભલે ગમે તેટલું કહો કે સંસારનાં સુખો ઘાસજેવાં છે પણ અમારે ઘાસ (સંસારનું સુખ) જ જોઈતું હોય તો શું કરવું?' ત્યારે એને કહેવું પડ્યું કે ભાઈ આ શાસ્ત્ર માણસો માટે રચાયાં છે, જેને ઘાસ જોઈએ તે માણસ ન હોય, તેના માટેનાં શાસ્ત્રો ય જુદાં હોય.
* જે અધિગતાર્થ હોય તે કોઈ દિવસ પ્રવચનથી વિચલિત ન થાય. જેની પાસે જ્ઞાન પૂરતું હોય તે કોઈનાથી ક્ષોભ ન પામે. જે જાણકાર હોય તે ચલાયમાન ન થાય.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org