________________
હોવાથી શ્રાવક ગૃહીતાર્થ હોય. આ બેમાં જ આપણો નંબર બાદ થઈ જાય ને ? તો હવે આગળનાં વિશેષણો વાંચવાની લગભગ જરૂર નથી ને ? ત્રીજું વિશેષણ જણાવે છે કે કોઈ વાર સાંભળેલામાં કે સમજેલામાં શંકા પડે તો પૂછનારો શ્રાવક હોય તેથી તેને પ્રશ્ચિતાર્થ (પુચ્છિયઠ્ઠી) કહ્યા છે. આજે ઘણા લોકોને શંકા પડ્યા પછી તેઓ ભંડારી રાખે છે, કારણ કે પૂછીએ તો લોકોમાં મૂરખ ગણાઈએ! તેઓને મૂરખ રહેવામાં વાંધો નથી, પણ મૂરખ દેખાવાનો વાંધો છે! અસલમાં અજ્ઞાની ગણાઈએ તેનો વાંધો ન હોવો જોઈએ, અજ્ઞાની રહેવું નથી. ગુરુભગવન્ત ગુસ્સો કરશે – એવો પણ ભય નથી રાખવો. અજ્ઞાન ટાળવું છે. આ પરિણામ મજબૂત હોય તો શ્રાવક પ્રક્રિતાર્થ બની શકે. ઘણા શ્રાવકો પ્રશ્ન પૂછીને પછી સભા સામે જોયા કરે કે મેં કેવો સરસ ધારદાર પ્રશ્ન પૂછ્યો ! આવાઓ પૂણ્યા પછી અર્થનો વિનિશ્ચય કરનારા ન બની શકે. આથી ચોથું વિશેષણ વિનિશ્ચિતાર્થ આપ્યું છે. શંકાના નિરાકરણ દ્વારા ઔદંપર્ય રૂપ અર્થને પામેલા હોય તે વિનિશ્ચિતાર્થ કહેવાય. આના પછી પાંચમું વિશેષણ આપ્યું છે અધિગતાર્થ. જેને સ્વસ્વરૂપથી જીવાદિ પદાર્થનું જ્ઞાન સારી રીતે થયું હોય તેવા શ્રાવકોને અધિગતાર્થ કહેવાય છે. આશ્રવને આશ્રવરૂપે જાણ્યા પછી અને સંવરને સંવરરૂપે જાણ્યા પછી આશ્રવ ટાળવાનો અને સંવર પામવાનો પરિણામ ન જાગે તે અધિગતાર્થ ન કહેવાય. ધર્મ સુખ આપે છે એવું માનવું તે સ્વ-સ્વરૂપનું જ્ઞાન નથી, ધર્મ મોક્ષ આપે છે એવું માનવું તે સ્વ-સ્વરૂપનું જ્ઞાન. ધર્મથી સુખ મળે ને દુઃખ ટળે એ યાદ નથી રાખવું. ધર્મથી મોક્ષ મળે અને સંસાર ટળે એ યાદ રાખવું છે. ધર્મને પુણ્યનું કારણ માનવું અને સુખને ધર્મનું ફળ માનવું તે ધર્મનું સ્વ-સ્વરૂપે જ્ઞાન નથી. ધર્મને નિર્જરાનું અને મોક્ષનું કારણ માનવું તે તેનું સ્વસ્વરૂપે જ્ઞાન છે. ધર્મ સુખ આપે છે તે કર્મના યોગે આપે છે. જે કર્મનો યોગ ન હોય તો ધર્મ મોક્ષનું કારણ બને. ધર્મ આત્માનો પરિણામ છે. કર્મ જડનો પરિણામ છે. કર્મ એ ધર્મનું પોતાનું સ્વરૂપ નથી. શ્રાવક આ રીતે ધર્મને સ્વ-સ્વરૂપથી જાણતો હોય છે. અવિરતિને ભોગવતો હોવા છતાં તેની માન્યતા મજબૂત હોય છે કે સુખ ધર્મથી નહિ, કર્મથી મળે છે.
* આ રીતે અધિગતાર્થ હોવાથી શ્રાવક પ્રવચનથી અચાલનીય હોય છે. કોઈ પણ રીતે જૈન શાસનથી ચલાયમાન ન કરી શકાય એવા દઢ શ્રાવકો હોય.
* આજે આપણે સાધુ કેમ નથી થઈ શકતા? સાધુપણામાં જઈએ તો દુઃખી થઈ જઈએ-એવું માન્યું છે માટે ? દુઃખ તો ગૃહસ્થપણામાં પણ ઓછું નથી આવતું. છતાં દુઃખનો કાલ્પનિક ભય સતાવે છે. દુઃખ ભોગવવાની શક્તિ નથી, તૈયારી નથી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org