________________
- તે ૨૦મી ગાથાથી જણાવે છે કે જે તપ અને સંયમમાં ઉદ્યત થયેલો હોય તેણે ચૈત્ય, કુળ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન વગેરે સર્વ સ્થાનકોને વિષે કરવાયોગ્ય કૃત્ય કરી જ લીધું છે. ઊલટું જે આજ્ઞાથી ઉપરવટ થઈ ચૈત્યાદિનાં કૃત્યમાં પ્રવર્તે છે તે અવિવેકી હોવાથી અકૃત્યને કરનારો છે.
* આ રીતે સાધુઓ માટે દ્રવ્યસ્તવ ઉપાદેય છે – એવી શંકાનું નિરાકરણ કર્યા પછી હવે ફરી શઠ જનો જે કહે છે કે “માર્ગ-ઉન્માર્ગ, ધર્મ-શુદ્ધધર્મ વગેરે સૂક્ષ્મ વાતોની વિચારણા શ્રાવકો આગળ ન કરવી' .. તેનું નિરાકરણ ૨૧મી ગાથા દ્વારા કરે છે. કેટલાક ભવાભિનંદી સાધુઓ કહે છે કે શ્રાવકોની આગળ દ્રવ્યસ્તવ - ભાવસ્તવના અધિકારીનું વિવરણ કરવા વગેરે સ્વરૂપ સૂક્ષ્મ વિચારણા કરવી નહિ. અને એ ભવાભિનંદી જીવો પોતાની આ વાતના સમર્થન માટે કહે છે કે જો શ્રાવકોની સામે સાધુપણાના સૂક્ષ્મ આચારોનું વર્ણન કરવામાં આવે તો સકલ સામાચારી જેણે જાણી લીધી છે એવા શ્રાવકો કલિકાળના યોગે અલ્પશક્તિવાળા અને પ્રમાદને પરવશ સાધુજનોને જોઈને ધર્મ પ્રત્યે મંદ આદરવાળા બની જાય. એવું ન બને માટે તેમની સામે સાધુપણાના આચારો ન સમજાવવા. “સાધુપણા પ્રત્યે કોઈને દુર્ભાવ ન જાગે' આવો આશય તેઓ પોતાની શંકાના સમર્થનમાં વ્યક્ત કરે છે... પરંતુ આ પ્રમાણેની શંકા યોગ્ય નથી. કારણ કે આમાં સાધુતાના અર્થીપણાનો અભાવ કામ કરે છે. વસ્તુની ખરાબી જોયા પછી વસ્તુ પ્રત્યે અપ્રીતિ કે નફરત જાગે તો સમજવું કે વસ્તુનું અથાણું નથી. સાધુની શિથિલતા જોઈ સાધુ પ્રત્યે નફરત જાગે તો સમજી જ લેવું કે તેને સાધુપણું જોઈતું જ નથી. જેને સાધુપણા પ્રત્યે રાગ હોય, સાધુપણાનું અર્થીપણું જેને હોય તે તો સાધુના મંદ આચાર જોઈને ઊભગે નહિ પરંતુ ઉપરથી સાચા સાધુભગવા પ્રત્યે તેને બહુમાન વધે.
આ શંકાનું નિરાકરણ કરતાં જણાવ્યું છે કે - આગમમાં શ્રાવકોના ગુણોનું વર્ણન કરેલું સંભળાય છે, જોવાય છે. આ જે ગુણની વર્ણના છે તે કેવા પ્રકારની છે તે પરથી ૨૪ ગાથાથી જણાવે છે.
* શાસ્ત્રમાં શ્રાવકને લબ્ધાર્થ, ગૃહીતાર્થ, પ્રશ્રિતાર્થ અને વિનિશ્ચિતાર્થ કહ્યા છે. લબ્ધાર્થ તેને કહેવાય કે જેણે સુગુરુભગવન્ત પાસે અર્થને પ્રાપ્ત કર્યો હોય. એ માટે નિરન્તરશ્રવણ કરવું જરૂરી છે. વચ્ચે વચ્ચે વ્યાખ્યાન, વાચનામાં આવે તે લબ્ધાર્થ ન બને. એક પણ ખાડો પાડયા વિના અને સમગ્રપણે શ્રવણ કરવામાં આવે તો લબ્ધાર્થ બની શકાય. જે અર્થ પ્રાપ્ત કર્યો હોય અર્થ સમજ્યા હોઈએ તેને સારી રીતે ધારી રાખવું તેને ગ્રહણ કહેવાય. આ રીતે રોજ સાંભળીને સમ્યમ્ રૂપે તેને ધારી રાખનાર
૨૪૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org