________________
જણાવે છે કે ઉત્કૃષ્ટ એવા દ્રવ્યસ્તવની આરાધના કરી હોય તો પણ બારમા દેવલોક સુધી જાય છે જ્યારે ભાવસ્તવના કારણે અંતર્મુહૂર્તમાં નિર્વાણપદ પામે છે. અહીં દ્રવ્યસ્તવથી દેવલોક મળે છે – એનો અર્થ એ છે કે તેનાથી મોક્ષની પ્રાપ્તિ નથી થતી, દેવલોકને ફળ તરીકે બતાવવાનું તાત્પર્ય નથી.
* નાગકેતુ પુષ્પપૂજાથી કેવળજ્ઞાન પામ્યા એવું નથી, પુષ્પપૂજા કરતી વખતે આજ્ઞાપાલનનો ભાવ હોવાથી કેવળજ્ઞાન પામ્યા. આપણને મચ્છર કરડે તોય ત્રાસ પામીએ. તેમને નાગ કરડ્યો હોવા છતાં પૂજામાંથી ચલાયમાન ન થયા. પરીસહ આજ્ઞા મુજબ વેઠ્યો માટે કેવળજ્ઞાન પામ્યા.
* વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ જેમને ધર્મનું ફળ મેળવવું હોય તેઓને માર્ગસ્થ બન્યા વિના ચાલે એવું નથી. માર્ગતત્ત્વને સમજ્યા પછી પણ આપણે જેમ જીવીએ છીએ તેમ જ જીવવું હોય તો તત્ત્વ સમજ્યાનો કોઈ અર્થ નથી. આપણા મહાપુરુષોએ આપણા હિતની ચિંતા કેટલી કરી છે અને એની સામે આપણે આપણા હિત પ્રત્યે કેટલા નિશ્ચિત છીએ : એનો વિચાર ક્યારે ય કર્યો છે? મહાપુરુષોએ પરમપદે પહોંચવા માટેનો માર્ગ આપણા માટે રાતદિવસ મહેનત કરી શાસ્ત્રનું સર્જન કરીને બતાવ્યો, તે માર્ગની આપણે જે રીતે ઉપેક્ષા કરીએ છીએ એ જોતાં લાગે છે કે આપણા જેવું મહામૂર્ખ બીજું કોઈ નથી.
સાધુભગવન્ત ભાવસ્તવના અધિકારી હોવાથી તીર્થયાત્રાએ જવાની ભાવના ન કરે. માર્ગમાં આવે તો જઈ આવે. એક વાર નિર્જરાનો ઉદ્દેશ જેને જાગી જાય તે તો
જ્યાં ઊભો હોય ત્યાં કામ લાગે. આજે નિર્જરા માટે ધર્મ કરવો છે એવું લક્ષ્ય અમારું નથી અને છોડવા માટે ધર્મ કરવો છે એવું લક્ષ્ય તમારું નથી. “છે' માટે ધર્મ નથી કરવાનો, છોડવું છે માટે ધર્મ કરવાનો છે. દ્રવ્ય છોડવાજેવું લાગે તો દ્રવ્યસ્તવ કામ લાગે. દ્રવ્ય ભેગું કરવા માટે દ્રવ્યસ્તવ નથી. પૈસાની મમતા ઉતારવા માટે દ્રવ્યસ્તવ છે. ધર્મના પ્રભાવ નીચેથી આપણે માર્ગના પ્રભાવ નીચે આવવું છે. છઠ્ઠા ગુણઠાણાને ઉચિત ધર્મ પણ નકામો જાય છે અને પહેલા ગુણઠાણાનું માર્ગાનુસારીપણું કામ લાગે છે. આના ઉપરથી માર્ગની કિંમત સમજાય ને?
* પૈસાનું અર્થપણું હોય તેને પૈસાદાર ગમે, તે રીતે જેને વિરતિનું અથાણું જાગે તેને વિરતિધર ગમ્યા વિના ન રહે. આજે સાધુપણામાં આવેલાની પણ જો એવી દશા હોય કે ભગત અને મુમુક્ષુ ગમ્યા કરે, ગુરુ અને સહવર્તી ન ગમે ? તો એ કેવી વિષમ દશા કહેવાય ? સંસાર છોડ્યા પછી પણ સંસાર ગમ્યા કરે-એનાં આ લક્ષણ છે.
૨૩૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org