________________
આ ભુવનનાં સઘળાં સારાં કાર્યો કરી લીધાં છે અર્થાત્ એવું એકે પૂજાકર્મ આ ભુવનમાં નથી કે જે તેના વડે ન કરાયું હોય.
તાત્પર્યાર્થ એ છે કે સાધુભગવન્ત પુષ્પપૂજાદિમાં પ્રવૃત્તિ કરતા ન હોવા છતાં સર્વઅનુષ્ઠાનના સ્વીકારના મૂળભૂત સર્વજ્ઞની આજ્ઞાનું પાલન કરતા હોવાથી અને પૂજા વગેરે દ્રવ્યસ્તવના વિષયમાં દેશના દ્વારા અને ઉચિત ઉપદેશ આપવા દ્વારા અનુમોદન કરવા વડે દર્શનની શુદ્ધિ નિયમા કરે છે. આ રીતે નક્કી છે કે દ્રવ્યસ્તવનો અધિકાર આપણી અયોગ્યતાના પ્રભાવે મળ્યો છે, ભાવસ્તવની યોગ્યતા ન કેળવી માટે દ્રવ્યસ્તવનો અધિકાર મળ્યો. ભગવાનની આજ્ઞાનું ખંડન ન કરવું – આટલું કૃત્ય જેણે કર્યું હોય તેનાં બધાં જ કૃત્યો થઈ ગયાં છે. અને જેઓ ભગવાનની આજ્ઞાનું ખંડન કરે તેઓ ગમે તેટલી ક્રિયાઓ કરે તેની કોઈ કિંમત નથી. સાધુભગવન્તોએ ભગવાનની આજ્ઞા મુજબ સર્વસંવરભાવનો સ્વીકાર કરેલો હોવાથી એ આશાના પાલનથી જ તેમના દર્શનની શુદ્ધિ થઈ જવાની છે.
* મનવચનકાયાની શુદ્ધિપૂર્વક સર્વ જીવોના સંરક્ષણ માટે તત્પરતા સ્વરૂપ આશા, નિરુપમ એવા મોક્ષસુખની સાધક હોવાથી સાધુભગવન્ત પરમદેવની આજ્ઞાનું ખંડન કરતા નથી. | * પુણ્યને ભોગવવા જેવું માને તેને પહેલું ગુણઠાણું ગુણસંપન્ન ન હોય. પુષ્યને ભોગવવા જેવું ન માને તો જ પહેલું ગુણઠાણું ગુણસંપન્ન બને. સાધુભગવન્તો શાતાના દળિયાં અશાતામાં ભેળવીને જ ભોગવવાની ઈચ્છાવાળા હોય. શાતાને શાતારૂપે ભોગવવા તૈયાર ન થાય તેનું નામ સાધુ.
* પતંજલિને ભગવાન પતંજલિ કહેવા એ તો લોકપ્રસિદ્ધનો અનુવાદ છે. હેમચંદ્રસૂરિ મહારાજા પણ પતંજલિને ભગવાન તરીકે સંબોધે તેનો અર્થ એ નથી કે તેઓ તેમને ભગવાન માને છે. લોકમાં ભગવાન કહેવાય છે માટે એનું અનુકરણ કર્યું છે- એમ સમજવું. આને જનપદસત્ય કહેવાય. છતી વસ્તુનો અપલાપ ન કરવો. પણ સાથે અછતી વસ્તુનો આરોપ ન કરવો.
* દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ ચઢિયાતો છે – એ નક્કી છે. આ બે વચ્ચેનું અંતર કેટલું છે તે જણાવતાં કહ્યું છે કે મેરુ અને સરસવ વચ્ચે જેટલું અંતર છે તેટલું અંતર દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વચ્ચે છે. આ બે વચ્ચે આટલું અંતર કેમ છે, દ્રવ્યસ્તવ પણ ભગવાને કહેલો છે. આવી કોઈ શંકા કરે તો તેના નિરાકરણમાં ચૌદમી ગાથાથી
૨૩૫
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org