________________
* જિનભવનકરણાદિ દ્રવ્યસ્તવ છે – એ પ્રમાણે કહ્યું તે વિસ્તારથી દસમી ગાથાથી જણાવે છે : જિનમંદિર બંધાવવું, પ્રતિમા ભરાવવી, તેની પ્રતિષ્ઠા કરવી, યાત્રાપૂજાદિ કરવી-આ બધાં જ અનુષ્ઠાનો સૂત્રોક્ત-આગમોક્ત વિધિથી કરવામાં આવે તો તે ભાવસ્તવરૂપ ચારિત્રનું કારણ બનતાં હોવાથી દ્રવ્યસ્તવરૂપ છે. જેને સૂત્રોક્ત વિધિ પ્રત્યે પ્રેમ ન હોય તેને જ્ઞાન પણ ન મળે, દર્શન પણ ન મળે, ચારિત્ર પણ ન મળે. પ્રજ્ઞા એ ગુણ નથી, માર્ગાનુસારી પ્રજ્ઞા એ ગુણ છે. અને પ્રજ્ઞામાં માર્ગનુસારિતા આગમ પ્રત્યેના બહુમાનથી આવે છે.
* વિધિ પ્રત્યે રાગ કેળવવો છે અને એ રાગ ન કેળવાય ત્યાં સુધી વિધિ છોડવી નથી. ભાવ વિના પણ વિધિપૂર્વક દ્રવ્ય ક્રિયા કરી હશે તો તે પરિણામે ભાવને ખેંચી લાવશે, માત્ર ભાવ લાવવાનો સંકલ્પ મજબૂત હોવો જોઈએ. શ્રી અધ્યાત્મસારગ્રંથમાં કહ્યું છે કે ગુરુપાતંત્ર્યના કારણે દ્રવ્યદક્ષાને પામેલા ઘણા જીવો મોક્ષમાં ગયા છે. તે રીતે આગમની પરતંત્રતા હશે તો દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ બનશે જ. આના ઉપરથી સ્પષ્ટ છે ને કે માત્ર સાધુપણાનાં અનુષ્ઠાનો આજ્ઞા મુજબ કરવાનાં છે એવું નથી, શ્રાવકપણાનું પણ દરેક અનુષ્ઠાન આજ્ઞાપૂર્વકનું વિધિમુજબનું હોય તો જ તે દ્રવ્યસ્તવરૂપે ગણી શકાય છે.
* લૌકિક ધર્મથી છૂટા પડીને લોકોત્તરધર્મની આરાધના શરૂ કર્યા પછી પણ એ લોકોત્તર ધર્મથી વિખૂટા પાડવાનું કામ માર્ગની અનારાધના કરે છે. શરૂઆતમાં લોકો ધર્મની આરાધના કરવા માટે તત્પર બને છે માટે પહેલાં ધર્મતત્ત્વનું નિરૂપણ કર્યું છે. અને એ ધર્મ માર્ગાનુસારી બને તો જ મોક્ષનું કારણ બને છે માટે ધર્મતત્ત્વ પછી માર્ગતત્ત્વનું નિરૂપણ કર્યું છે.
* ધર્મસ્થાનમાં આવેલાને પ્રભાવનાની લાલચ લાગે તો તેનો ધર્મ નકામો જાય. આજે નક્કી કરવું છે કે પ્રભાવના માંગતી નથી. માંગવું હોય તો એક મોક્ષ અને મોક્ષનાં સાધન માંગવાં છે. માંગવું તો સંયમ માગવું અને સંયમની યોગ્યતા માંગવી છે. બીજું કાંઈ નથી માંગવું. પ્રભાવનાની લાલચ છોડવા માટે નિયમ લઈ લો કે પ્રભાવના લઈને ઘરે નથી જવું. પછી તે ઉપધાનની કે સંઘની પ્રભાવના હોય તો પણ રાખવી નથી. ઉચિત રીતે તે આપી દેવી છે. સોનાની કંઠી આવી હોય તો પણ તે દેરાસરમાં આપી દેવી, અથવા સાધર્મિકને આપી દેવી, પોતે ન વાપરવી આટલું બનશે?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org