________________
સ. અન્યાયોપાત્ત ધન પાપમાં જાય તેના કરતાં ધર્મમાં જાય એમાં શું ખોટું ?
‘વિષ રસ્તા પર ફેંકીએ, ધૂળમાં જાય તેના કરતાં દૂધપાકમાં નાંખવું સારું આવો વિચાર કોઈ દિવસ આવેલો ? દૂધપાક જેટલી ધર્મની કિંમત નથી ને ? વિષજેટલી ભયંકરતા અન્યાયથી મેળવેલા ધનની લાગતી નથી ને ? ધર્મ પ્રત્યે, આગળ વધીને ભગવાનના વચન પ્રત્યે પ્રીતિ જાગશે ત્યારે આ વસ્તુ મગજમાં બેસશે. તમને નહિ અમને પણ ભગવાનના વચન પ્રત્યે પ્રીતિ નથી. અમે અમારી ઈચ્છાથી માસક્ષમણ કરી શકીએ પણ ભગવાનની આજ્ઞા ખાતર ચૌદસનો ઉપવાસ ન કરી શકીએ. સો ઓળી ઈચ્છાથી કરીએ પણ આજ્ઞાથી એકાસણાં ન કરીએ! તમારે ત્યાં પણ એ જ નિયમ છે ને ? નોકરી શેઠની આજ્ઞા પ્રમાણે કરીએ તો કાયમ ટકી રહે પણ ઈચ્છા મુજબ જીવીએ તો શેઠ ગડગડિયું પકડાવી દે ને ?
* આજે કોઈનું કહ્યું માનવું એ ગુણ નથી મનાતો. આજે તો જે વધારે દલીલો-ચર્ચા કરે તે જ્ઞાની અને ભગવાનનું કે ગુરુનું કહ્યું માની લે તે બુડથલ ગણાય. આજે આપણે ગુરુનું માનીએ વધારે કે ચર્ચા વધારે કરીએ ? જેને માનવું નથી તે ગમે તેટલી ચર્ચા કરે તેનો શો અર્થ ?
* જેમાં વિરતિને પામવાનો પરિણામ ન હોય તે ભાવસ્તવ તો નથી પરંતુ તેની દ્રવ્યસ્તવમાં પણ ગણના કરી શકાય તેમ નથી. માત્ર પાપ છોડવાની ભાવના હોય ને વિરતિ પામવાની ભાવના ન હોય તે દ્રવ્યસ્તવ પણ નથી. પાપવ્યાપાર ન કરવાનો આજ્ઞાનુસારી પરિણામ તે ભાવસ્તવ અને એવો ભાવ આવે તે માટે જે કોઈ ક્રિયા કરાય તે બધી દ્રવ્યસ્તવમાં ગણાય છે.
* સાધન ગમે તેટલું ઊંચુ હોય તો પણ તે માર્ગસ્થ હોય તો જ તે ઈષ્ટસ્થાને પહોંચાડે. વિશુદ્ધકોટિનો ધર્મ કહો કે માર્ગ કહો : બન્ને એક જ છે. છતાં પણ ધર્મથી માર્ગને જુદો પાડીને બતાવ્યો છે તેનું કારણ જ એ છે કે અશુદ્ધ ધર્મને પણ ધર્મતત્ત્વ માનીને આપણે ધર્મ આરાધવાનું ચાલુ રાખ્યું છે. આજે ધર્મ આપણે જેમ જેમ વધારે આરાધતા ગયા તેમ તેમ ઉન્માર્ગગામી બનતા ગયા. એના બદલે માર્ગને આરાધવા માટે, માર્ગસ્થ બનવા માટે પ્રયત્ન કર્યો હોત તો આપણે વિશુદ્ધ ધર્મને પામી ગયા હોત.
* આપણા ધર્મને વિશુદ્ધ બનાવવાનું કામ માર્ગનું જ્ઞાન કરે છે માટે જ જ્ઞાનની આરાધના આપણે કરીએ છીએ ને? જ્ઞાનપંચમીની આરાધના જ્ઞાન માટે નથી, માર્ગનું જ્ઞાન મેળવવા માટે કરવાની છે. આપણે જ્ઞાનની આરાધના કરવી છે તે પંડિત થવા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org