________________
માટે નથી કરવી, વિદ્વાન થવા માટે નથી કરવી, વિષયના જ્ઞાતા થવા માટે પણ નથી ભણવું, માત્ર માર્ગસ્થ બનવા માટે ભણવું છે.
સ. જ્ઞાનપાંચમને સૌભાગ્ય પંચમી કહે છે ને ?
આત્માના ગુણો મળવા તેનું નામ સૌભાગ્ય. શરીરના ગુણો મળવા એ તો દુર્ભાગ્ય છે. લાભપંચમી પણ એ જ આશયથી કહેવાય છે તેનાથી ક્ષાયિકભાવના ગુણો મળે છે. ક્ષાયિકભાવના ગુણોની પ્રાપ્તિ થવી તે લાભ અને ઔદયિકભાવના ગુણોની પ્રાપ્તિ થવી તે ગેરલાભ. આત્માના ગુણોને – આત્મસ્વરૂપને ઢાંકવા માટે કોઈ પ્રયત્ન નથી કરવો, આત્મગુણોને પ્રગટાવવા માટે જ પ્રયત્ન કરવાનો છે. ડોકટરો આંખ ન આપે, મોતીયો દૂર કરી આપે. તે રીતે ભગવાન કે ગુરુભગવન્ત અજ્ઞાન ટાળવાનો ઉપાય બતાવે, જ્ઞાનગુણ તો આપણી પાસે જ છે. જ્ઞાનની ઉપાસના અજ્ઞાન ટાળવા માટે જ કરવાની છે. કેવળજ્ઞાન પામવા માટે ભણવાની નહિ, જ્ઞાનાવરણીયની નિર્જરા કરવાની જરૂર છે. ભણવાના કારણે, શ્રુતજ્ઞાનની ઉપાસનાથી કર્મનિર્જરા થાય છે માટે ભણવાનું કહ્યું. જેને કેવળજ્ઞાન જોઈતું નથી, તે શ્રુતજ્ઞાનનાં સાધનો શા માટે વસાવે? આજે પુસ્તકો રાખવાનું વધ્યું છે પણ આશય બદલાઈ ગયો છે. જ્ઞાન ભુલાઈ ન જાય માટે પુસ્તક રાખવાનું હતું તેના બદલે જ્ઞાન ભૂલવા માટે પુસ્તક રાખવાનું કામ આજે ચાલુ છે ને ? પુસ્તક રાખતા થઈ ગયા તેથી જ્ઞાન કંઠસ્થ પણ ન રહ્યું અને અર્થ માથામાં ન રહ્યો.
* કેવળી ભગવન્તની એ વિશેષતા છે કે જ્ઞાન સંપૂર્ણ હોવા છતાં બોલતા નથી. જ્યારે આપણું એ મોટામાં મોટું અપલક્ષણ છે કે અધૂરા, અધકચરા જ્ઞાને બોલબોલ કર્યા વિના રહેતા નથી.
* આજે પુસ્તકને પગ ન લગાડનારા પણ અક્ષરવાળાં કપડાં પહેરે ને ? નાના છોકરાને પણ પુસ્તકને પગ ન લગાડવાના સંસ્કાર આપે અને પાછા અક્ષરવાળાં કપડાં પહેરાવે. આ બધું માર્ગના જ્ઞાનના અભાવે થાય છે. આવા પ્રકારનું જ્ઞાનનું બહુમાન ભીલની દયાજેવું છે.
* જે જ્ઞાન કર્તવ્યના પાલનમાં ઉપયોગી બને તેને માર્ગસ્થજ્ઞાન કહેવાય. જ્ઞાની પણ પ્રમાદ, નિદ્રા, વિકથા કરે તો દુર્ગતિમાં જાય એવું જેનાથી સમજાય તે જ્ઞાનને માર્ગસ્થ જ્ઞાન કહેવાય.
૨૩૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org