________________
સ. આજના કાળમાં આવું ધન કમાવવું કઠિન છે.
જે એ કઠિન લાગતું હોય તો દ્રવ્યસ્તવ આરાધવા ઘરમાં રહેવાના બદલે સાધુ થઈ જવું છે. આ રીતે ધન કમાઈને ધર્મ કરવો તેના બદલે થોડું સત્ત્વ ફોરવી સાધુ થઈ જવું સહેલું છે ને?
સ. સાધુપણાનો માર્ગ સહેલો અને જલદીથી મોક્ષે લઈ જાય એવો છે છતાં સાધુ થવાનું મન કેમ નથી થતું?
મોક્ષે જવાનું મન નથી માટે. મોક્ષે જવું હોય તે આ રીતે વર્તી શકે ખરો ? સ. મોક્ષે જવાનો ટારગેટ તો છે.
ઉઘરાણી વસૂલ કરવાનો ટારગેટ જેવો છે એવો મોક્ષે જવાનો ટારગેટ નથી ને ? મોક્ષે જવું હોય તેને સંસારમાં પુણ્ય ભોગવવામાં રસ પડે ખરો? આજે નિયમ લેવો છે કે ઘરમાં એક પણ વસ્તુ માંગવી નથી. પુણ્ય તપતું હોય અને વગર માંગ્યે અનુકૂળ વસ્તુ મળતી હોય તોપણ ભાણામાંથી કાઢી નાંખવી છે. પુણ્ય છે માટે ભોગવવું પડે છે – એવું નથી, પુણ્ય ગમે છે માટે ભોગવીએ છીએ. ભગવાનનું પુણ્ય કેટલું હતું છતાં છોડી દીધું ને?
સ. ધર્મ કરવાથી પુણ્ય બંધાય એ પુણ્ય ભોગવવું પડે ને?
ધર્મ કરવાથી પુણ્ય બંધાય તોપણ એ ભોગવવું પડે એવો નિયમ નથી, એ પુણ્ય ભોગવ્યા વગર ખપી જતું હોય તો ભોગવવા નથી રહેવું. આજે આટલો નિયમ લેવો છે કે પુણ્ય ભોગવ્યા વગર ખપી જતું હોય તો પુણ્ય ભોગવવા રહેવું નથી. ભગવાનનું પુણ્ય ભોગવ્યા વગર ખપે એવું ન હતું માટે ભગવાન ઘરમાં રહ્યા હતા. ૨૮ વરસ સુધી પુષ્ય ભોગવ્યા બાદ જયારે જોયું કે બે વરસનું કર્મ બાકી હોવા છતાં ભોગવ્યા વગર ખપે એવું છે, એની મેળે બે વરસમાં ખપી જાય એવું છે તો તે ભોગવવા ન બેઠા. સ્નાન, શણગાર, સચિત્ત પાણી વગેરેનો ત્યાગ કરીને ઘરમાં રહ્યા ને ? જે એની મેળે જાય એવું હોય તેને ધક્કો ન મારવો પડે, એની મેળે ન જાય તો ગળેથી પકડીને કાઢવું પડે ને ? ૨૮ વરસનું ચારિત્રમોહનીય નિકાચિત હોવાથી ગળે પકડીને-ભોગવીને-ટાળવું પડ્યું.
* અન્યાયથી ઉપાર્જિત વિત્તથી મંદિર બંધાવવામાં આવે અથવા તો ધર્મસંબંધી કોઈ પણ અનુષ્ઠાન કરવામાં આવે તો તે માર્ગાનુયાયી નથી - આ વસ્તુ તમને બેસે છે ખરી ?
૨૩૦.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org