________________
ગુરભગવન્તથી છાની રીતે મુમુક્ષુ કે ભગત સાથે જે વાત કરવી પડે તે વાત કેવી હોય ? વૈરાગ્યની દેશના તો જાહેરમાં આપી શકાય ને? આજે એટલો નિયમ આપી દઉં કે ગુરુભગવન્તથી છાનું રાખવું પડે તેવું એકે કામ નથી કરવું. ગુરુની સામે જ, નજરબહાર ન જાય એ રીતે જે રહે તેના મૂળ ગુણની અને ઉત્તરગુણની રક્ષા થયા વિના ન રહે.
* ભાવસ્તવની ઉપેક્ષા થવા માંડી છે માટે દ્રવ્યસ્તવ પ્રધાન લાગવા માંડ્યો છે. જેને ભાવની કિંમત ન સમજાય તેનું મોટું દ્રવ્ય સામે જાય. જેને ભાવનું મહત્ત્વ સમજાય તે તો દ્રવ્યસ્તવમાંથી ક્યારે છુટાય તેની પેરવીમાં હોય. રોજ નોકરી કરનારને ક્યારે નોકરી છૂટે અને જાતે ધંધો કરું એવી ઈચ્છા હોય ને? તેવી રીતે રોજ પૂજા કરનારને ક્યારે પૂજા છૂટે અને ભાવસ્તવનો અધિકારી બનું .. એવી ઈચ્છા હોય. સાધુભગવન્તો પણ ક્ષાયિકભાવમાં જવાની તાલાવેલીવાળા હોય. ક્ષયોપશમભાવ પણ છોડવા મથે તેનું નામ સાધુ.
* ગૃહસ્થોચિત કામ કરવું એ બધું દ્રવ્યસ્તવમાં જાય. સાધુ થઈને ગૃહસ્થોચિત એવા દ્રવ્યસ્તવમાં જે પ્રવર્તે તે સાધુવ્યત્યસ્ત અર્થાત્ સાધુથી વિરુદ્ધ એવો અસાધુ છે. આ વિષયમાં શ્રી મહાનિશીથ સૂત્રમાં જણાવ્યું છે કે – જે ભાવસ્તવ લઈને દ્રવ્યસ્તવ કરે તે અસંયત, અવિરત, અપ્રત્યાખ્યાતપાપકર્મ, નિર્ધર્મ, ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળો, દેવાચક(પૂજારી) અને દેવદ્રવ્યનો ભક્ષક બને છે.... આવો સાધુ લિંગ અર્થા સાધુવેષને ધરનારો હોવાથી શ્રાવક પણ નથી અને ષકાયનો વિરાધક હોવાથી યતિ નથી તેમ જ સંયમથી ભ્રષ્ટ થયેલ હોવાથી વિરત નથી. આ રીતે તે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ : આ બન્ને માર્ગથી ભ્રષ્ટ થાય છે.
* સાધુપણામાં ચોથા મહાવ્રત કરતાં પણ પહેલા મહાવ્રતની કિંમત વધારે છે. પહેલું વ્રત મુખ્ય છે, બાકીનાં ચારે વ્રતો તેની વાડતુલ્ય છે. જે ચોથું સાચવે અને પહેલા-બીજામાં ઘાલમેલ કરે તે સાધુ નથી. જેઓ ગુરુભગવન્તને દુઃખ પહોંચાડે તે કોઈને પણ દુઃખ આપ્યા વિના ન રહે. જે ગુરુભગવન્તને દુ:ખ ન પહોંચાડે તે કોઈને દુ:ખ ન પહોંચાડે. કારણ કે બીજાને દુ:ખ પહોંચાડે કે બાકીનાં ચાર મહાવ્રત ન પાળે તો ગુરુને દુઃખ થવાનું છે. ચારે દિશામાં અવિરતિનું-ઈચ્છાનું સામ્રાજ્ય છે - એવા સંયોગોમાં ગુરુપારતંત્ર્ય ગમે તે ભોગે કેળવ્યા વિના નહિ ચાલે. ભાવસ્તવની શરૂઆત જ અહીંથી થાય છે કે મારા ગુરુ ભગવન્તને માઠું લાગે એવું નથી કરવું. આજે તમે એટલા ત્રણ નિયમ લો કે ગુરુને પૂછયા વગર બહાર ન જવું, ગુરુને કીધા વગર કોઈની સાથે વાત ન કરવી અને ગુરુને બતાવ્યા વગર ટપાલ નાંખવી નહિ કે વાંચવી નહિ.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International
૨૩૭ www.jainelibrary.org
For Private & Personal Use Only