________________
સાધુ પોતાની ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનો ભંગ ન કરે. ધર્મના નામે અધર્મ કરે તેનું નામ બાલજીવો. અપવાદમાર્ગ આરાધના માટે નથી, વિરાધનાથી બચવા માટે છે. ભગવાનની ભક્તિ એકાન્ત હિતકારક છે - એવી ભ્રમણામાં ન રાચવું. ભગવાનની ભક્તિ ભગવાને કહ્યું હોય તે પ્રમાણે કરવાની છે.
સ. ગોળ તો ગમે ત્યારે ગળ્યો જ લાગે ને ?
ડાયાબીટીસ જેવો રોગ થયો હોય તો શું થાય ? શરીર જો સારું હોય તો મગનું પાણી પણ મીઠું લાગે શરીર બગડયું હોય તો દૂધપાક પણ ઊલટી કરાવે. આપણું પેટ બગડયું હોય તો સારી વસ્તુ પણ નડે. જે કક્ષામાં જે કરવાનું વિધાન હોય તેટલું જ કરવું. તેથી અપવાદપદે પણ સાધુને દ્રવ્યસ્તવનો અધિકાર નથી. કારણ કે અપવાદ તો આપત્તિકાળમાં સેવવાનો હોય છે. આરાધના માટે દ્રવ્યસ્તવ સાધુને ન હોય.
સ. યુગપ્રધાન પુરુષો પણ શાસનપ્રભાવના માટે ન કરે ?
યુગપ્રધાન પુરુષો પણ ભગવાનના નામે સંયમને શિથિલ ન કરે. યુગપ્રધાન શ્રી વજ્રસ્વામી મહારાજાએ આપત્તિકાળમાં ફૂલ લાવવાનું કામ કર્યું હતું, આથી તેમનું આલંબન લઈને મૂઢતા સેવવાની જરૂર નથી. તેમણે આરાધના માટે અપવાદ સેવ્યો નથી. આપત્તિકાળમાં કામ કરવું અને આરાધના સમજીને કામ કરવું – આ બેમાં ફરક પડે ને ?
સ. વર્તમાનમાં નવી પેઢી ધર્મથી વિમુખ થઈ રહી છે તો એ માટે અપવાદ સેવવામાં વાંધો નહિ ને ?
નવી પેઢીને ધર્મ જોઈતો નથી. વિમુખ તેને કહેવાય કે જે પહેલાં સન્મુખ થયો હોય. ધર્મ જોઈતો જ ન હોય તે વિમુખ કયાંથી કહેવાય ? જેને ધર્મ જોઈતો હોય તેને તો ગમે તેટલા વાદવિવાદ જોવા મળે, મતભેદ જોવા મળે તોપણ તે વિમુખ ન બને. વિષયસુખ ભોગવવું છે માટે રાંડેલા કે છૂટાછેડા લીધેલાને જોયા પછી પણ પરણવા તૈયાર થઈ જાય છે. નાપાસ થનારાને જોઈને ભણવાથી વિમુખ નથી થતા, ધંધામાં નુકસાન થયેલું જોઈ કોઈએ કમાવાનું છોડયું નથી. પડેલાને જોઈને ચઢવાનું કોઈ માંડી વાળતું નથી. અકસ્માત થયેલાને જોઈને વાહન ચલાવવાનું કે વાહનમાં બેસવાનું બંધ નથી કરતાં. હોસ્પિટલમાંથી મડદું બહાર નીકળતું જોઈને હોસ્પિટલમાં જવાનો વિચાર માંડી નથી વાળતા અને અહીં મતભેદ જોઈને ધર્મ કરવાનું માંડી વાળે તો તે મતભેદના કારણે કે ધર્મનું અર્થીપણું નહિ હોવાના કારણે ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૨૩૯
www.jainelibrary.org