________________
જવું છે અથવા તો પુણ્ય બાંધવું છે – એવા માટે ગૃહસ્થપણાનો ધર્મ બતાવ્યો છે, એવું નથી. મોક્ષમાં જવાની ભાવના હોવા છતાં, જલદી મોક્ષે જવાની ઈચ્છા હોવા છતાં સત્ત્વ ન હોય, શક્તિ ન હોય, સંયોગો ન હોય તેવા માટે દ્રવ્યસ્તવ બતાવ્યો છે. જે ભગવાને સકલજીવોને શાસનના રસિયા બનાવી મોક્ષે પહોંચાડવાની ભાવનાથી તીર્થંકરનામકર્મ બાંધ્યું તે ભગવાન આ સંસારનો માર્ગ ક્યારે ય બતાવે ખરા ? ‘મોક્ષમાર્ગ વિદ્યમાન હોવા છતાં આ જીવો સંસારમાં ભટકે છે કેમ ?' આવી ચિંતાથી જે ભગવાન જીવોને સંસારમાર્ગથી ખસેડી મોક્ષમાર્ગે લઈ જવાની ભાવના ભાવે તે ભગવાન દેવલોકમાં જવા માટે દ્રવ્યસ્તવની પ્રરૂપણા કરે ખરા ? બોલનારા ભલે બોલે કે ‘સંસારના સુખ માટે ધર્મ કરાય.' પણ આપણું માથું તો ઠેકાણે હોવું જોઈએ ને ?
* જિનબિંબ અને જિનમંદિર વિહિત છે, તેવી રીતે ગુરુમૂર્તિ ને ગુરુમંદિર ભરાવવાનું વિહિત નથી. જો ગુરુમંદિર વિહિત હોય તો અત્યાર સુધી છતી શક્તિએ ગુરુમંદિર કે મૂર્તિ ન કરવાથી ‘કિચ્ચાણમકરણે’ નું પાપ લાગે ને ? જે વિહિત કૃત્ય ન કર્યું હોય તેની આલોચના પ્રતિક્રમણમાં કરીએ છીએ ને ? ગુરુમંદિર ન બનાવવામાં દોષ નથી માટે જ નક્કી છે ને કે ગુરુમંદિર વિહિત નથી.
સ. દેવનું દ્રવ્ય દેવમાં વપરાય, જ્ઞાનદ્રવ્ય જ્ઞાન માટે વપરાય તો ગુરુદ્રવ્ય ગુરુમાં કેમ ન વપરાય ?
ગુરુ દ્રવ્ય વગરના છે માટે ગુરુનું દ્રવ્ય ગુરુમાં ન જાય, ગુરુના ચરણે ધરેલું દ્રવ્ય એ નિશ્રાકૃત નથી બનતું, કારણ કે ગુરુની પૂજાના નિમિત્તે તે આવેલું છે, તેથી જ તે ગુરુના પૂજ્યત્વને લઈને આવેલું હોવાથી ગૌરવાહ સ્થાનમાં જાય, ગુરુના ઉપયોગમાં ન આવે. ગુરુને અર્પણ કરેલું દ્રવ્ય તેમની વૈયાવચ્ચમાં લઈ શકાય. સ્થાપના જડ હોવાથી તેમાં નિશ્રાકૃત કે અનિશ્રાકૃત ભેદ કરવા નહિ: આવું કહેવું વ્યાજબી નથી. કારણ કે સ્થાપના ભાવની છે, ભાવનો આરોપ કર્યો હોવાથી ભાવથી સંવલિત છે તેથી સ્થાપનાસંબંધી દ્રવ્ય તો પૂજાના નિમિત્તે જ આવેલું હોય છે. સ્થાપનાને અર્પણ કરેલું દ્રવ્ય નથી હોતું. તેથી સ્થાપનાસંબંધી આવક ગૌરવાર્હ સ્થાનમાં જાય.
સ. જો ગુરુદ્રવ્ય દેવદ્રવ્ય જ હોય તો અતિચારમાં દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય .. ભક્ષિતઉપેક્ષિત આવે છે ત્યાં શું સમજવું ?
ત્યાં ગુરુના નિમિત્તે આવેલું દ્રવ્ય તે ગુરુદ્રવ્ય સમજવું, તેમ જ ગુરુવૈયાવચ્ચ માટેનું જે દ્રવ્ય તેની રક્ષા કરવાની વાત છે. ગુરુભક્તિસ્વરૂપે આવેલું ધનાદિ ગુરુદ્રવ્ય
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૨૨૭
www.jainelibrary.org