________________
સાધુભગવન્ત હોવાથી પરમાત્માની આશાતનાનું કારણ બને છે. આ આશાતનાનું નિમિત્ત બનતા હોવાથી સાધુભગવન્તોને જિનમંદિરમાં રહેવાનું કલ્પતું નથી. અહીં એટલું યાદ રાખવાનું કે સાધુભગવન્તો વસ્ત્ર કે શરીરની શુદ્ધિ કરીને જઈ શકે આવા વિકલ્પો ઊભા ન કરવા. ભગવાને ના પાડી છે માટે ન રહેવું. આગળ વધીને કહે છે કે જિનમંદિરમાં આધાકર્મી વસતિનો દોષ ન લાગે અને ભક્તિથી કરાયેલું (જિનમંદિર) હોવા છતાં પણ, તેમાં વાસ કરવો એ સાધુભગવન્ત માટે યુક્ત નથી. ઊલટું એ મંદિરમાં નિવાસનું વર્જન કરવું એ ભક્તિ છે અને નિવાસ કરવો તેમાં આશાતના લાગે છે. આ આશાતનાની ભયંકરતા જણાવતાં કહ્યું છે કે આશાતનામાં મિથ્યાત્વ લાગે છે અને આશાતનાના વર્જનમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ છે. આશાતના એ મિથ્યાત્વ છે – એવું માનીએ ખરા? આશાતના કરવાથી મોડું ફળ મળે અને આશાતના ન કરવાથી ફળ જલદી મળે – એવું લગભગ આપણા મગજમાં છે ને ? અવિધિપૂર્વકના ધર્મથી પણ થોડુંઘણું તો ફળ મળે – એવું માનીએ ને ? આપણે અત્યાર સુધી ઘણી વાર કહ્યું છે કે આપણે ધર્મ ન કરવાના કારણે સંસારમાં નથી રખડ્યા, ધર્મ કરતી વખતે અવિધિ વગેરે દ્વારા વચનની આશાતના કરવાના કારણે જ સંસારમાં રખડીએ છીએ. આશાતના મિથ્યાત્વ છે, મિથ્યાત્વના કારણે અનંત સંસાર વધે છે. મરીચિએ પણ સાધુપણું છોડ્યું ત્યારે સંસાર ન વધાર્યો, પણ જ્યારે ભગવાનના વચનની આશાતના કરી ત્યારે મિથ્યાત્વ બાંધી કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સંસાર વધાર્યો. આ તો તેમનો ગ્રંથિભેદ થયેલો હતો એટલે આટલો જ સંસાર વધ્યો. આપણી તો ગ્રંથિભેદ થયો છે કે નહિ એ ય ખબર નથી. તો તેવા વખતે આ આશાતનાથી બચવું ખૂબ જ જરૂરી છે.
સ. ગ્રંથિભેદ એટલે શું?
ગ્રંથિ એટલે સંસારના સુખ ઉપર તીવ્ર રાગ અને દુઃખ ઉપરનો તીવ્ર દ્વેષ. મરી જઉં તો ય સુખ ન છોડું એ રાગની તીવ્રતા. સુખ છૂટે નહિ તે સુખનો રાગ. અને મરવા છતાં સુખ ન છોડવાનો પરિણામ તે રાગની તીવ્રતા. દુઃખ ન વેઠાય માટે ટાળવું તે દ્વેષ અને મરી જાઉં તો ય દુઃખ ન વેઠું તે દ્વેષની તીવ્રતા. ઉઘરાણી લેતી વખતે સામો માણસ રસ્તા ઉપર આવી જાય તોય ઉઘરાણી જતી ન કરવી તે ધનના રાગની તીવ્રતા. આવી તીવ્રતાનો ભેદ એટલે નાશ તે ગ્રંથિભેદ.
* આજે સાધુપણું લેવાની ઈચ્છા જ મોળી છે અને મળતું નથી એવી ફરિયાદ કરીએ છીએ – એ ખોટું છે.
૨૨૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org.