________________
* ધર્મ કરવા છતાં ઈષ્ટસ્થાને પહોંચવું છે એવો સંકલ્પ નથી માટે કુમાર્ગ પણ ચાલે એવો છે. ભગવાનની આજ્ઞા મુજબનો અપવાદ પણ મોક્ષે પહોંચાડે અને આજ્ઞા વગરનો ઉત્સર્ગ મોક્ષે ન પહોંચાડે. જિનકલ્પ વિચ્છેદ ગયા પછી જિનકલ્પની આરાધના કરવા તૈયાર થવું એ ઉન્માર્ગ છે. જે ભગવાને વસ્ત્ર-પાત્રનું વિધાન કર્યું તે વિધાનને છોડીને સ્વમતિકલ્પિત વસ્ત્ર-પાત્ર વિના આરાધના કરનાર શિવભૂતિને નિર્નવ તરીકે જાહેર કર્યો. ચારિત્રસંપન્ન હોવા છતાં સમ્યકત્વનો છાંટો નાતો એવું ભગવાને કહ્યું. છઠેથી પહેલે આવવું પડે એ ઉન્માર્ગગામિતાના કારણે. આજે આપણી પણ હાલત એવી જ છે ને? ભગવાને જેનો (સંસારના સુખનો) નિષેધ કર્યો છે એના માટે જ આપણે ધર્મ કરીએ ને? ભગવાનની પૂજા કર્યા પછી કોઈ ખુશ થાય અને આપવા આવે તો હોંશે હોંશે લઈ લઈએ ને ? રાવણની ભક્તિથી ખુશ થઈને ધરણેન્દ્ર માગવા કહ્યું છતાં ન માંગ્યું ને? ધર્મ કરીએ અને ફળ ન મળે તો માનવું પડે ને કે ધર્મ માર્ગમાં રહીને નથી કર્યો ?
* શિષ્ય શંકા કરે છે કે – આચાર્યાભાસ માર્ગ કેમ નથી બતાવતા, ઉન્માર્ગની દેશના કેમ આપે છે? તેનું નિરાકરણ ગ્રંથકાર કરે છે કે – જેઓ રસગારવ, સદ્ધિગારવ અને શાતાગારવમાં પ્રતિબદ્ધ છે, ઈચ્છા મુજબ જીવનારા છે, આગમથી પરાક્ષુખ છે અને મૂઢબુદ્ધિવાળા છે તેઓ પોતાના માન-સન્માન ખાતર આ રીતે ઉન્માર્ગની દેશના આપતા હોય છે. જેઓને ધર્મ કે માર્ગ ગમે નહીં એવા લોકો માર્ગને ભૂંસવા તૈયાર થતા હોય છે. આજે જે ન ફાવ્યું એને કાઢી નાંખવા માટે બધા ભેગા થાય પણ જે ફાવતું નથી, પણ ભગવાને કહ્યું છે, એને પાછું લાવવા માટે ભેગા નથી થતા. આજના સંમેલનનો અર્થ જ છે કે – ભગવાનની વાત કાપવા અને પોતાની વાત ઊભી રાખવા ભેગા થવું. ચારનાં શરણાંને છોડીને સંઘના શરણે જવાની વાત કરે એ ઉન્માર્ગગામી છે. ચાર કરતાં સંઘ મહાન લાગે એ મિથ્યાત્વના કારણે.
સ. સંઘને પચીસમો તીર્થકર કહ્યો છે ને ?
ચોવીસ તીર્થંકરને માથે રાખે એવો સંઘ પચીસમો તીર્થકર કહેવાય, ચોવીસને બાજુ પર મૂકે એને સંઘમાં ન જ ગણાય. “૨૫૦૦ વરસ પહેલાંનું વર્તમાનમાં પ્રેક્ટિકલ નથી” આવું બોલે તે કેવળજ્ઞાન પર આક્ષેપ કરે છે. જિનકલ્પની આરાધના વિચ્છેદ ગયા પછી તેની આરાધના કરવી એ મિથ્યાત્વના ઘરની છે, તેમ લોકોત્તર પંચાંગ વિચ્છેદ ગયા પછી તેને જીવંત કરવા માટે મહેનત કરવી તે મિથ્યાત્વ છે. લોકોત્તર પંચાંગ માટે જે શાસ્ત્ર જોઈએ તે શાસ્ત્ર વર્તમાનમાં વિદ્યમાન નથી. પી.એલ. વૈદ્ય જ્યારે
૨૧૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org