________________
વિષયકષાયથી વ્યાપ્ત એવી મનોવૃત્તિવાળા બને ત્યારે આ રીતે માર્ગના નામે સ્વબુદ્ધિથી કલ્પિત કુમાર્ગ ફેલાવે છે. આત્માના સાચા સ્વરૂપને પ્રગટાવવા માટે નીકળેલા, સત્યને છુપાવવા માટે પ્રયત્ન કરે એનું જ નામ કુમાર્ગ. વર્તમાનમાં તો સત્યને દબાવવાનો પ્રયત્ન તેનું જ નામ એકતા! આજે એકતાના સોહામણા નામ નીચે સત્યને કચડવાનું કામ ચાલુ છે ને?
* જિનભવન વગેરે બંધાવવાનું કહેનારનું વચન આગમપરાક્ષુખ છે એવું ક્યા કારણસર મનાય છે - આવી શંકાના નિરાકરણમાં ૪થી ગાથાથી જણાવે છે કે છજવનિકાયનો સંયમ એ સાધુપણાનો સાર છે, જ્યારે દેરાસર બંધાવવા વગેરેમાં પ્રત્યક્ષપણે જીવવિરાધના થાય છે. માટે આ વચન આગમથી વિપરીત છે.
સ. તે વિરાધના સ્વરૂપહિંસામાં ન ગણાય?
એનું કારણ તો પહેલાં જ જણાવી દીધું છે. ભગવાને જેના માટે જે અનુષ્ઠાન વિહિત કર્યું હોય તે અનુષ્ઠાનમાં જે હિંસા થાય તેને સ્વરૂપહિંસા કહેવાય. પૂજા વગેરે અનુષ્ઠાન ગૃહસ્થ માટે વિહિત છે, સાધુ માટે નહિ. તેથી ગૃહસ્થને તેમાં સ્વરૂપહિંસા લાગે. સાધુ માટે અવિહિત હોવાથી તેમાં અનુબંધહિંસા જ લાગે.
સ. આમ છતાં આવી પ્રરૂપણા કરે તેમને સંસારનો ભય નહિ લાગતો હોય ?
જેને દુઃખનો ભય હોય તેને સંસારનો ભય ન લાગે. દુઃખના ભીરુનું તત્ત્વમાર્ગમાં કામ નથી, પાપભીરુનું કામ છે. દુઃખના ભીરુ કાયર હોય અને પાપભીરુ પરમસત્ત્વશાળી હોય. મરવું પડે તો ભલે પણ એકપણ પાપ કરી સંસાર વધારવો નથી-એનું નામ પાપભીરુતા.
* જિનમંદિર બંધાવનારા સાધુઓ અનેષણીય આહારને ગ્રહણ કરનાર હોવાથી, ગૃહસ્થોને પોતાના ભક્ત તરીકે માનીને મમત્વના યોગે તેમ જ જ્યોતિષનિમિત્તતંત્રતંત્ર હોમ-હવનાદિનો પ્રયોગ કરવાના કારણે છજવનિકાયના વિરાધક થાય છે.
* દેવગુરુધર્મની ઉપાસના માર્ગની આરાધના કર્યા વગર થાય એવી નથી. આથી શાસ્ત્રમાં પ્રજ્ઞાની કિંમત નથી આંકી, માર્ગાનુસારી પ્રજ્ઞાની કિંમત આંકી છે.
* ભગવાનની આજ્ઞાથી એક રતિભાર પણ આગળ વધ્યા તો પાપનો અનુબંધ પડ્યા વિના નહિ રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org