________________
* દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ : આ બે પ્રકારના માર્ગમાંથી સૌથી પહેલાં ભાવસ્તવનું વર્ણન કર્યું છે. ભાવ એટલે પરમાર્થ. પરમાર્થ એટલે શ્રેષ્ઠ કોટિનો પદાર્થ. આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ કોટિનો પદાર્થ કોઈ હોય તો તે એકમાત્ર મોક્ષ જ છે. આ સંસારમાં અનુત્તરવિમાનનાં સુખો શ્રેષ્ઠ ગણાતાં હોવા છતાં તેને પરમાર્થ નથી કહ્યો. કારણ કે એ સુખો મળ્યા પછી પાછાં જતાં રહે છે, ત્યાં ગયા પછી પણ મોક્ષ મેળવવાનો બાકી છે. તેથી એક મોક્ષ એ જ ભાવ છે. અથવા તો તેવા પ્રકારના મોક્ષને અનુકૂળ એવા જે કોઈ અધ્યવસાય-વિચારણા તેનું નામ ભાવ. જે સંસારનું કારણ બને તેવા પાંચે ઈન્દ્રિયોના વિષયોની વિચારણા, એના સાધનની જે વિચારણા તે બધા જ અશુભ અધ્યવસાય કહેવાય. જે અધ્યવસાય મોક્ષનું કારણ બને તેનું નામ શુભ અધ્યવસાય. જેમાં સંસારનો-અવિરતિનો અધ્યવસાય આવે અને મોક્ષનો અધ્યવસાય ટળે તે બધો અશુભ અધ્યવસાય. ભાવ બે પ્રકારના છે. ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવ. એ બન્ને પ્રકારના ભાવને સમાવવા માટે બે પ્રકારે વ્યાખ્યા કરી. ભાવસ્વરૂપ સ્તવ તે ભાવસ્તવ અથવા ભાવના કારણે જે સ્તવ તે ભાવસ્તવઃ એમ બે રીતે સમાસ થાય છે. મોક્ષ ક્ષાયિકભાવનો છે અને તેના કારણરૂપ અધ્યવસાય ક્ષયોપશમભાવના છે. પુણ્ય ગમે તેટલું ઊંચું હોય, સારું હોય તોય ઔદયિકભાવનું જ છે. જ્યારે મોક્ષ ક્ષાયિકભાવનો છે. અને મોક્ષના ઉપાયો ભયોપશમભાવના છે. આથી માર્ગમાં પુણ્યની વાત ન આવે. જે સાધ્યમાં બાધા પહોંચાડે તેવું સાધન ન હોવું જોઈએ. અનુત્તરવિમાનમાં જનાર પણ જતાંની સાથે પહેલી ક્ષણે એ વિચારે છે કે – જવું હતું ક્યાં અને આવ્યો ક્યાં? ૩૩ ક્ષણ પણ જ્યાં રહેવાની ભાવના ન હોય ત્યાં ૩૩ સાગરોપમ સુધી રહેવું પડે તેની મનોદશા કેવી થાય ? આ તો ક્ષણવાર દુઃખ ધર્યા પછી પોતાની આત્મપરિણતિના કારણે તેઓ સ્વસ્થ બની તત્ત્વચિંતનમાં લાગી જાય છે. પણ આપણી વાત એ છે કે જેને જે જોઈતું ન હોય ને મળ્યા કરે તો દુઃખ થાય ને ? આપણને સંસારનું સુખ મળ્યા પછી દુઃખ કેમ નથી થતું? સુખ જોઈએ છે માટે જ ને?
સ. અનુત્તરવિમાનવાસીને તત્ત્વચિંતનનું સુખ ન હોય ?
તેઓ તત્વચિંતન સુખ માટે નથી કરતા, અવિરતિ નડી ન જાય અને અવિરતિની નિર્જરા થયા કરે માટે તત્ત્વચિંતન કરે છે.
* મોક્ષસ્વરૂપ ભાવ અથવા તો મોક્ષના કારણભૂત અધ્યવસાય સ્વરૂપ જે ભાવ, તે ભાવના કારણે (ભાવપૂર્વક) સ્તોતવ્ય એવા પરમાત્માની જે પૂજા અર્થા આરાધના કરવી તેને ભાવસ્તવ કહેવાય. અથવા તો ભાવ સ્વરૂપ આરાધના તે ભાવસ્તવ.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org