________________
સ. ઈચ્છાને મજબૂત કરવા માટે શું કરવું?
ઈચ્છાને મજબૂત કરવા માટે ત્યાંના સંયોગો છોડવા પડશે. સંસારમાં રહીને સાધુપણાની ઈચ્છા નહિ થવાની. એના માટે ઘર છોડવું પડશે. શરીર મજબૂત રાખવું હોય તો વ્યાયામશાળામાં જવું પડે ને? ઈચ્છા થયા પછી એની માવજત કરવી પડશે.
* અહીં શિષ્ય શંકા કરે છે કે ભાવઅરિહન્ત પાસે સાધુભગવન્તો જેમ રહે છે તેમ સ્થાપનાઅરિહન્ત પાસે પણ રહી શકે – એમાં કોઈ વિરોધ નથી. પરંતુ આવી શંકા ન કરવી. કારણ કે ભાવનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપમાં પૂજ્યત્વ એકસરખું હોવા છતાં તે બંન્નેની ભક્તિનો આચાર જુદો જુદો છે. ભાવતીર્થંકર ભગવતે સર્વસંવરભાવરૂપ દીક્ષાનો સ્વીકાર કર્યો હોવાથી તેમનું સર્વ કૃત્ય સાધુભગવન્તો જ કરે છે, ગૃહસ્થો નહિ. કારણ કે સર્વસાવઘયોગથી વિરામ પામેલા સાધુભગવન્તો અવિરતિધર એવા ગૃહસ્થોની વૈયાવચ્ચ ન લે. તેમ જ ભાવતીર્થકરને અભિષેક, માળારોપણ (પ્રક્ષાલ, કેસર, પુષ્પપૂજા) આદિ સાવદ્યકૃત્ય કરાતું નથી તેમ જ તેમના નિમિત્તે આહારાદિ (નૈવેદ્ય) પણ બનાવાતાં નથી. જ્યારે સ્થાપનાતીર્થંકરનું સર્વ કૃત્ય ગૃહસ્થો જ કરે છે. તેમનો અભિષેક વગેરે કરાય છે. આથી બંનેમાં સર્વથા સામ્ય માની તેમની પાસે રહેવું ઉચિત નથી.
* વર્તમાનમાં પણ આવા પ્રકારના કુતર્કો કરનારા મળી આવે એવા છે. ભાવજિન અને સ્થાપનાજિનમાં પૂજ્યત્વ સરખું હોવા છતાં તેની પૂજાવિધિમાં ફરક પડે છે. પૂજાવિધિમાં ફરક પડે એટલામાત્રથી ભાવને અને સ્થાપનાને સર્વથા ભિન્ન માનવાએ વ્યાજબી નથી. અવસ્થાભેદના કારણે પૂજાવિધિમાં ફરક પડે, પૂજ્યત્વમાં નહિ. આ જ રીતે ભાવગુરુ અને સ્થાપનાગુરુના વિષયમાં પણ સમજી લેવું. પૂજ્યત્વ, ગુણને લઈને હોય છે જ્યારે પૂજાવિધિ તો અવસ્થાને ઉચિત હોય છે. સ્થાપનામાં ગુણનો આરોપ કર્યો હોવાથી તેમાં પૂજ્યત્વ ભાવને સમાન છે. ગુરુના ચરણે જે દ્રવ્ય ધર્યું હોય તે પૂજા તરીકે મૂકેલું હોવાથી પૂજાદ્રવ્ય ગણાય. તે દ્રવ્ય ગુરુના ઉપયોગમાં ન લઈ શકાય. વસ્ત્રપાત્ર, આહાર વગેરે જે કાંઈ ગુરુને વહોરાવવામાં આવે તે ગુરુના ઉપયોગમાં આવે,
જ્યારે ગુરુની પૂજા જે દ્રવ્યથી કરવામાં આવે તે પૂજાદ્રવ્ય ગુરુના ઉપયોગમાં ન આવતાં તે ગુરુ કરતાં ગૌરવાહ સ્થાનમાં અર્થાત્ દેવદ્રવ્યમાં જાય. અર્પણ કરેલું દ્રવ્ય ઉપયોગમાં આવે, ચરણે ધરેલું દ્રવ્ય ગૌરવાહ સ્થાનમાં જાય. દેવને ચરણે ધરેલું દેવમાં જાય છેતેનું કારણ એ છે કે દેવ કરતાં ઊંચું એકેય સ્થાન નથી. પૂજ્યત્વ સરખું હોય એટલામાત્રથી પૂજાવિધિ પણ સરખી જ હોવી જોઈએ – એવો નિયમ નથી. સ્ત્રી અને પુરુષમાં મનુષ્યત્વ એકસરખું હોવા છતાં બેનાં વસ્ત્ર એકસરખાં ન હોય ને? તેમ અહીં પણ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org