________________
સાગરજીમ. ને પૂછ્યું કે ‘વર્તમાનમાં તમારી પાસે જે શાસ્ત્રો છે એના ઉપરથી તમે લોકોત્તર પંચાંગ બનાવી શકો ખરા ?’ ત્યારે સાગરજીમ. એ કહ્યું કે - ‘હું તો નહીં જ બનાવી શકું પણ આટલી સામગ્રીમાં કોઈ પણ ન બનાવી શકે, જ્યારે આજે એમના જ શિષ્યો લોકોત્તર પંચાંગ (?) બનાવવાની વાત કરીને લોકોને ઉન્માર્ગે દોરવાનું કામ કરે છે. ‘આપણે તો આરાધનાથી કામ' એમ કહીને ઉન્માર્ગની પ્રરૂપણા કરી રહ્યા છે. આરાધના વચન મુજબની જોઈએ. સોનાનું જ કામ છે પણ સોનું અને પિત્તળનો ભેદ સમજવો પડે ને ? તેમ આરાધનાથી જ કામ છે, પણ તે વચન મુજબની કઈ અને વચનનિરપેક્ષ કઈ–એ સમજવું પડશે. ધર્મ કરવો છે ચોક્કસ, પણ માર્ગમાં રહીને કરવો છે. શ્રી વીરપરમાત્મા નિર્વાણપદે પહોંચ્યા ત્યારે જતાં જતાં આ બધો ભેદ સમજાવતા ગયા. એના માટે શાસ્ત્રમાં લખ્યું છે કે સિંહનો નાદ સાંભળીને જંગલી પશુઓ જેવી રીતે થરથર ધ્રૂજી ઊઠે એવી રીતે ભગવાનની વાણી સાંભળીને મિથ્યાત્વી લોકો ત્રાસ પામે.
* પૈસા મેળવવા, સુખ મેળવવા, દુ:ખ ટાળવા ધર્મ કરવો એ ધર્મ ગણાતો હોવા છતાં તે માર્ગરૂપ નથી. પૈસા છોડવા, સુખ છોડવા, દુઃખ વેઠવા ધર્મ કરવો એ માર્ગ. રસી કાઢવા બેઠા હો તો રસી જેટલી વધારે નીકળે એટલું સારું ને ? તેમ છોડવા માટે ધર્મ કરતા હો તો વધારે છૂટે તો ગમે કે બચે તો ગમે ? પુણ્યથી મળેલા પૈસા છોડવા માટે મનનો પુરુષાર્થ જોઈએ. જ્યારે આજે તમારા મનમાં એવું છે ને કે - પૈસા પુરુષાર્થથી મળે છે અને છોડવા માટે નસીબ (પુણ્ય) જોઈએ છે ?
* શિષ્ય શંકા કરે છે કે – ચૈત્યનિવાસની અનુજ્ઞા ભલે ન હોય પણ સાધુમહાત્મા માટે ઉપાશ્રય બનાવવા એના બદલે મંદિરો તો સાધુમહાત્મા માટે નિર્દોષ છે, આધાકર્મી દોષથી રહિત હોવાથી તેમાં રહે તો સાધુમહાત્માને શું દોષ લાગે ? આ વાત તમને પણ ગમી જાય ને ? ઉપાશ્રયનો ખર્ચો બચે, દેરાસરની પડેલી જગ્યા કામ લાગે અને સાધુમહાત્માને નિર્દોષ વસતિ મળી જાય, અન્તે તો ચારિત્રની જ આરાધના કરવાના છે, કાંઈ પાપનાં કામ તો નથી કરવાના, તેથી સાધુમહાત્મા મંદિરમાં રહે તો વાંધો નહિ. તેનો જવાબ ગ્રંથકારશ્રી સાતમી ગાથાથી આપે છે. ગાથા ૭ : દુર્ગંધી અને મલિન વસ્ત્રવાળા તેમ જ ખેલ, સિંઘાન, શરીરમલ આદિથી યુક્ત એવા સાધુઓને આશાતના લાગતી હોવાથી જિનમંદિરમાં રહેવું કલ્પતું નથી.
* સાધુભગવન્તનાં વસ્ત્રો દુર્ગંધી અને મલિન હોય છે. સ્નાન વિનાના શરીર પરના મેલનો સંપર્ક થવાથી વસ્ત્ર દુર્ગંધી હોય અને બહારની ધૂળના સંગથી વસ્ત્રો મલિન બને છે. તેમ જ કફ, થૂંક, નાસિકાનો મેલ, દેહમળ વગેરેથી યુક્ત એવા શરીરવાળા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૨૧૯
www.jainelibrary.org