________________
* આપણા દેવ અને આપણા ગુરુ, આપણાથી અશક્ય હોય-એવો એક પણ ઉપદેશ આપે જ નહિ-આટલો વિશ્વાસ છે ખરો ? આજે સામાન્ય કોટિના ગણાતા માણસો પ્રત્યે જેટલો વિશ્વાસ છે એટલો પણ વિશ્વાસ દેવગુરુ પ્રત્યે નથી.
* વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ શુદ્ધ ધર્મ કરવો હશે તો મનને બાજુ પર મૂકવું જ પડશે. જ્યાં રાગ અધિક હોય છે ત્યાં મનને બાજુ પર મૂકતાં આવડે છે ને? એ રીતે અહીં પણ ધર્મ કરતી વખતે મન અવરોધ કરે છે એવું લાગે તો એ મનને બાજુ પર મૂકી દેવું છે. તે માટે બીજાનું-દેવગુરુનું કહ્યું માનવું છે, મનનું કહ્યું નથી માનવું.
સ. દેવ કશું બોલતા નથી ને ?
દેવ અત્યારે નથી બોલતા પણ પહેલાં સમવસરણમાં કહીને ગયા છે ને ? પ્રિય વ્યક્તિ મરતાં મરતાં પણ કંઈક કહીને ગઈ હોય તો તેની પ્રત્યેના રાગથી તેના ગયા પછી પણ તેની વાત માનીએ ને ? તેમ ભગવાન ગયા પછી પણ તેમની પ્રત્યે રાગ હોય તો તેઓ જે કહીને ગયા હોય તે માનવાનું ફાવે ને?
* દેશને ઉચિત એટલે અટવી વગેરેનું ઉલ્લંઘન કરતી વખતે જરૂર પડ્યે આધાકર્મી પણ વહોરાવવું. તેમ જ દુર્મિક્ષ વગેરે કાળમાં કે ગ્લાનાદિ અવસ્થા રૂપ ભાવમાં પણ જરૂર પડ્યે દોષિત આહાર વહોરાવવો-તે પણ અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે.
* શ્રદ્ધા એટલે ‘આપવાથી મળે છે' - એ ભાવ ન જોઈએ, દાન આપવાથી છૂટી જાય છે – એનું નામ શ્રદ્ધા. આપવાથી દીક્ષા મળે છે – એવી શ્રદ્ધાથી આપવું છે. આપવા પહેલાં જે બહુમાન કરવું તે સત્કાર અને વહોરાવ્યા બાદ પણ તેમને માનભેર મૂકવા જવું તે સન્માન. ભગવાન તો સર્વગુણસંપન્ન હોવાથી તેમની ભક્તિ કરવાનું સહેલું છે. જ્યારે ગુરુ છદ્મસ્થ હોવા છતાં તેમને ગુણસમ્પન્ન માનીને તેમની ભક્તિ કરવાનું કામ કપરું છે. સાધુપણું પામવા માટેનું અવ્યવહિત પૂર્વ કારણ આ બારમું વ્રત છે. આ સુપાત્રદાન સિવાય બીજું એક ઉત્તમ સાધન સાધુપણા માટેનું ગૃહસ્થપણામાં નથી. ગુરુભગવન્ત કશું બોલે કે ન બોલે છતાં તેમની ભક્તિ જ આપણને આ ભવથી તારનારી છે.
* સ્વાનુગ્રહ એટલે સાધુભગવન્તને લાભ આપવા માટે આપવાનું નથી, આપણને લાભ મળે છે માટે આપવું છે. અહીં કહ્યું છે કે સાધુને જે કાંઈ કલ્પનીય હોય તે કોઈ પણ રીતે કાંઈ પણ વહોરાવ્યા વિના ધીર, આજ્ઞાનુસારી સુશ્રાવકો વાપરતા નથી. પોતાની પાસે પર્યાપ્ત ધન ન હોય તો થોડામાંથી થોડું (અશનવસ્ત્રાદિ) પણ આપ્યા વિના ન રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org