________________
- આ દષ્ટાંતવાક્ય. જેમ રોગ દુઃખરૂપ હોવાથી અસાર છે તેમ સંસાર દુઃખરૂપ હોવાથી અસાર છે, આ ઉપનયવાક્ય. અને સંસાર અસાર છે - એ નિઃસંશય છે, આ નિગમનવાક્ય. તે જ રીતે ચારિત્ર સારભૂત છે, સુખનું કારણ હોવાથી. જે જે સુખનાં કારણ હોય તે સારભૂત હોય છે – લાગે છે, જેમ કે ધંધો અને રસોઈ. ચારિત્ર પણ એવી જ રીતે સુખનું કારણ હોવાથી સારભૂત છે. ધર્માત્મા ક્યારેય ફેંકી દેવા જેવી વાત ન કરે. જે બોલે તે પુરવાર કરવાની તૈયારી સાથે જ બોલે તે સુમધુરભાષી.
* આજે આપણા માટે કોઈ એમ કહે કે ધર્મ તો ઘણો કરે છે, પણ બોલવાનો વિવેક નથી. તે આપણા માટે શરમજનક છે ને?
* જેમ મનથી અને કાયાથી પાપ બંધાય છે તેમ વચનથી પણ પાપબંધ થાય છે – એવું માનીએ ને ? આજે હાથ ઉપાડ્યો હોય તેનું દુઃખ થાય પણ જીભ ઉપાડી તેનું દુઃખ ન થાય ને ? હાથ ઊપડવા પહેલાં જીભ કેટલી વાર ઊપડી હોય ? આપણા કારણે કોઈ સુધરતું નથી અને કોઈ બગડે તેનાથી આપણને કોઈ નુકસાન નથી. આપણો પરિવાર કે છોકરાઓ વગેરે આપણા સગા નથી, આપણાં કર્મો આપણાં સગાં છે – એ યાદ રાખવું. આપણા છોકરા કે નિશ્રાવર્તી દુર્ગતિમાં ન જાય એ જવાબદારી આપણી ત્યાં સુધી કે જ્યાં સુધી તેઓ આપણી વાત સાંભળે. એમને સાચું ન સમજાવ્યું હોય તો આપણે જવાબદાર. અને એમને હિતશિક્ષા પણ ત્યાં સુધી આપવાની કે જ્યાં સુધી તે મોટું ન ખોલે, સામો જવાબ ન આપે.
* સાધુ ભગવન્તો માટે ભાષા-અધ્યયનમાં જણાવ્યું છે કે સ્ત્રીનાં વસ્ત્ર પહેરેલાં હોય તેને “સ્ત્રી છે” એમ ન કહેતાં સ્ત્રી લાગે છે એમ કહેવું. કારણ કે સ્ત્રીના વસ્ત્રમાં પુરુષ પણ હોઈ શકે. જે વસ્તુ આપણે જાણતા ન હોઈએ તે બોલવી નહિ. લોકોએ કહેલી વાતની પણ આપણને સો ટકા ખાતરી ન હોય તો એ વિષયમાં મોટું ન ખોલવું. જેનું પાપ આપણને નડતું નથી તે દૂર કરવા માટે મહેનત કરવાનું શું કામ છે ? આપણું પાપ આપણને નડે છે તો તે દૂર કરવા શા માટે મહેનત ન કરવી ?
* વસ્તુ સારી હોય માટે લાભ કરે એવો નિયમ નથી, સારી વસ્તુ પણ જો યોગ્ય રીતે મેળવી હોય અને વાપરી હોય તો તે લાભ કરે. પૌષ્ટિક આહાર પણ પચે તો લાભ કરે ને ? અને પચે ક્યારે ? પચાવવાની તાકાત હોય અને વાપરી હોય તો ને? યોગ્યતા કેળવ્યા વિના ખાવાનું કામ પણ નથી કરતા. જ્યારે અહીં ધર્મ કરતી વખતે યોગ્યતાનો વિચાર કરવાની તૈયારી નથી. જ્યારથી સમજણ મળી ત્યારથી એ સમજનો ઉપયોગ ધર્મ કરવા માટે કર્યો પણ આપણી યોગ્યતા તપાસવા માટે કે યોગ્યતા કેળવવા શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org