________________
પડયા હોત એન અમે વૃદ્ધોનું અનુસરણ કરતા રહ્યા હોત તો સમુદાયના ટુકડા ન પડત. યુવાનો દેખેલું સાચું માને, સાંભળેલું સાચું માની લે અને માથું ગરમ કરે. જ્યારે આગળપાછળનો વિચાર કરીને જ આગળ વધવાનું કામ વૃદ્ધ પુરુષો કરે. વૃદ્ધ પુરુષોનો સ્વભાવ ગમે તેવો હોય તોપણ એ સ્વભાવ નથી જોવો, તેમનો ભાવ જોવો છે. અહંના કારણે વૃદ્ધની સેવા ન કરે તે ધર્મને યોગ્ય ન બને.
* લોકો આપણું માને તો શાસનપ્રભાવના થાય એવું નથી. આપણે ભગવાનનું માનીએ તો શાસનપ્રભાવના થાય. જેઓ પોતાના વૃદ્ધજનોનું ન માને તે ભગવાનનું કઈ રીતે માની શકવાના ? રોજ ભગવાન પાસે ગાય કે હું તારો સેવક છું પણ પોતાના વડીલજનો હાજર હોવા છતાં તેમની સેવા ન કરે તે અતીન્દ્રિય એવા ભગવાનનું સેવકપણું કઈ રીતે બજાવી શકે ?
* આજે આપણને પુણ્યતત્ત્વ ગમે છે કારણ કે એ સુખ આપે છે અને પાપતત્ત્વ ગમતું નથી કારણ કે તેનાથી દુઃખ આવે છે. જો પાપ કરીને સુખ મળતું હોય તો પાપ કરવાની તૈયારી છે ને ? અને પુણ્ય કરવાથી દુ:ખ પડતું હોય તો પુણ્ય કરવાની પણ તૈયારી નથી ને ? જૂઠું બોલીને, અનીતિ કરીને પૈસો મળતો હોય તો જોઈએ છે ને ? અને સામાયિક, પ્રતિક્રમણ કરવાથી દુઃખ પડતું હોય તો નથી કરવું ને ? ધર્મ કરવો છે, પણ સુખને આંચ ન આવે એવો અને પાપ પણ છોડવું છે પણ દુઃખ ન પડતું હોય એ રીતે ખરું ને ?
ન
* જે દિવસે ભગવાનની અને ગુરુની જરૂર ન પડે અને શ્રાવકની જરૂર પડે તે દિવસે સાધુપણું નાશ પામ્યા વિના નહિ રહે.
૪
* ૧૮. વિનીત : વિનયથી યુક્ત હોય. કોઈની પણ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન ન કરે. પૂર્વે તપ-અભ્યન્તરતપના વર્ણનમાં જણાવેલો વિનય ગર્વરહિતપણે સદા માટે ગુરુજનને વિષે આચરવાથી અનુત્તર કોટિની શ્રુત, સમ્યક્ત્વ અને ચારિત્રની સંપત્તિ પ્રાપ્ત થાય છે. ગર્વરહિતપણે એટલે નીચા નમીને, માથું ટટ્ટાર રાખીને નહિ. તેમ જ બધું કામ પોતે જાતે કરે; બીજાને આજ્ઞા કરીને, કામ ભળાવીને વિનય ન કરે. તે જ રીતે સદૈવ એટલે કાયમ માટે વિનય કરવો. ઘણી વાર ચાર માણસ જોતા હોય ત્યારે વિનય કરવાનું ફાવે પણ કોઈ ન હોય તો વિનય ભુલાઈ જાય. આ વિનય કામ ન લાગે. વિનય કરીને જે જ્ઞાન મેળવ્યું હોય એ જ્ઞાન નાશ ન પામે, કાયમ માટે ટકી રહે. વિનય કર્યાં વિના ભણેલું શ્રુત ટકે પણ નહિ, પરિણામ પણ ન પામે. ગુરુએ પૂર્ણ કૃપાથી આપ્યું હોય અને આપણે યોગ્ય બનીને લીધું હોય તો એ શ્રુત નાશ ન પામે. મોક્ષ પામીએ ત્યાં સુધી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૨૦૩
www.jainelibrary.org