________________
કારણ કે શાસ્ત્રમાં ‘સલ્વ' પદનું ગ્રહણ શેના માટે કર્યું છે તે પણ જણાવ્યું છે. જેઓ ભાવથી છઠે-સાતમે ગુણઠાણે હોય અને દ્રવ્યથી અન્ય વેષમાં હોય એવાઓને નમસ્કાર કરવા માટે “સલ્વ' પદ છે. વેષધારી કુસાધુને વંદન કરવાની વાત નથી. સાચા રહી ન જાય એ માટે “સલ્વ' પદ છે, ખોટાને ભેગા લેવા માટે “સલ્વ' પદ નથી. આચાર્યભગવન્ત અને ઉપાધ્યાય ભગવન્ત તો નિયમ પ્રગટપણે સાધુવેષમાં જ હોય છે. તેથી ત્યાં સવ્વ પદ નથી મૂક્યું... ઈત્યાદિ સુવિહિત સાધુઓ પાસે બરાબર સમજી લેવું જોઈએ.
* ધર્મની અનવરત પ્રવૃત્તિ હોવા છતાં જે તે માર્ગ મુજબની ન હોય તો એ કામ નહીં લાગે. માર્ગ મુજબ ધર્મ આરાધવો હશે તો માર્ગને સમજવો પડશે. તમે અને અમે જે માર્ગે ચાલીએ છીએ એ માર્ગ નથી એવી ખબર પડે તો એ માર્ગને છોડીને સત્યમાર્ગને અપનાવીએ. ધર્મ કરવામાં તકલીફ નથી, માર્ગે રહેવામાં તકલીફ છે. ધર્મથી સુખ મળે છે. એવી ઊંડે ઊંડે ભાવના પડી છે માટે ધર્મ કરવાનું ચાલુ રાખ્યું છે, પણ સુખ છોડવા માટે ધર્મ કરવો છે એ વાત અપનાવવા તૈયાર નથી.
* અર્થ અને કામને છોડનારા સાધુમહાત્મા “ધર્મથી અર્થ-કામ રૂપ ફળની પ્રાપ્તિ થાય છે.” એવું કહે તો સમજવું કે એ સાધુમહાત્મા નથી. ધર્મથી અર્થ-કામ મળે, પણ એ ધર્મના ફળરૂપે ન ગણાય. વિશુદ્ધધર્મનું ફળ નિર્જરા અને તેથી મળતો મોક્ષ જ છે. અર્થકામની ઈચ્છાથી ધર્મ કરે એ માર્ગે નથી – એમ સમજવું.
* સાધુભગવન્તોને જિનમંદિર બાંધવાનો અધિકાર ન હોવા છતાં સાધુભગવન્તો મંદિર બાંધી શકે, એમાં પાપ નથી' આ પ્રમાણે જેઓ કહે છે તેઓ કુમાર્ગે છે. બોલનારામાં ભેદ કેમ પડે છે – એનું કારણ આ ગ્રંથમાં આપ્યું છે. જેઓ આગમને આંખ સામે ન રાખે તેઓની દેશનામાં ભેદ પડે. સાધુભગવન્તો જિનમંદિર બાંધવાના અધિકારી નથી એનું કારણ ગ્રંથકારશ્રી કહે છે કે – સાધુ ભગવન્તો છે કાયની હત્યાથી વિરામ પામેલા છે. મંદિર બાંધવામાં છ કાય જીવોની હત્યા થાય છે માટે તેઓ મંદિર બાંધી ન શકે. છ કાયની રક્ષા કરવી એ સાધુભગવન્તોનો પ્રાણ છે. આવા પ્રાણનો ઘાત કરીને મંદિર બાંધે તેઓ ભગવાનના વચનને ગૌણ કરે છે. જે ભગવાનના વચનથી સાધુપણું લીધું એવા ભગવાનના વચનને હણી નાખે – એના જેવું બીજું એકે ય પાપ નથી. “મારી ઈચ્છા છે કે અહીં મંદિર બાંધું આવું સાધુભગવન્તો કહે તો સમજવું કે એમને સર્વવિરતિ પાળવાની ઈચ્છા નથી. જ્યાં સચિત્ત માટી વગેરે પડેલી હોય ત્યાં સાધુભગવન્તોથી જવાય નહીં, તેથી શિલાસ્થાપન કે ખનનવિધિમાં સાધુ ભગવન્તોથી જવાય નહીં.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org