________________
સ. મંદિર ઉપર સાધુભગવન્તોનાં નામ તો હોય છે ને?
શાસ્ત્રીય માર્ગદર્શન લેવા માટે નામ લખેલા હોય. કડિયા, શિલ્પી વગેરેનાં પણ નામ હોય ને ? શેના માટે ? બીજું બંધાવતી વખતે તેમની સલાહ લેવા માટે ને? તેમ સાધુભગવન્તનું નામ હોય. બાકી સાધુભગવન્તો પોતાનું નામ લખાવવા આગ્રહ ન રાખે. જે સાધુ ભગવન્ત પાટ ઉપર બેસીને સમજાવે કે ચક્રવર્તીનાં નામ પણ કાયમ રહેતા નથી. એ જ સાધુભગવન્ત અંજનશલાકા પોતાની નિશ્રામાં કરાવવાનો અને શિલાલેખ ઉપર પોતાનું નામ લખાવવાનો આગ્રહ રાખે એ વ્યાજબી છે? પ્રતિમાજી ઉપર તો સુવિહિત આચાર્યથી અંજનશલાકા થઈ છે તે જણાવવા માટે નામ લખાય છે. શિલાલેખ ઉપર નામ લખાવવાનો આગ્રહ નામના મોહથી રખાય છે. ચક્રવર્તી પણ જાણે છે કે મેં જેમ પૂર્વચક્રવર્તીનું નામ ભૂસ્યું તેમ મારું નામ પણ ભૂસાવાનું છે, છતાં તેઓ તો કર્મયોગે નામ લખે છે. સાધુભગવન્તને આવું કર્મ ન હોવા છતાં નામ લખાવે છે તે કેવળ નામના મોહે લખાવે છે – એમ માનવું પડે ને? આવા સાધુઓથી આપણે આઘા રહેવું છે – એટલા પૂરતી આ વાત છે.
* વર્તમાનમાં આપણા પુણ્યની તો કોઈ સીમા નથી. સાચા ગુરુ મળ્યા અને સાચો માર્ગ મળ્યો. હવે સાચા માર્ગને આરાધી લેવો છે. ઈચ્છાના કારણે કુમાર્ગમાં આગળ વધ્યા હોઈએ તો આત્માને પાછો ખેંચી લેવો છે. આગળ જવામાં સાર નથી. પાછળ ખસવામાં ભગવાનની આજ્ઞા સચવાશે.
* ધર્મ તો એકાન્ત કલ્યાણકારી છે, ભૂંડો તો હોઈ જ ન શકે. આ પ્રમાણે બોલનારા લોકોત્તર શાસનના પરમાર્થને પામેલા નથી – એમ કહી શકાય. સામાન્યધર્મની વાત બાજુ પર મૂકીએ, સર્વવિરતિધર્મ માટે પણ ખુદ શ્રી મહાવીર પરમાત્માએ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં પાપશ્રમણ નામનું અધ્યયન બતાવ્યું છે. એક બાજુ શ્રમણ કહેવાના અને બીજી બાજુ પાપી કહેવાના – આવું ક્યારે કહી શકાય ? જે ધર્મ એકાન્ત સારો હોય તો પાપશ્રમણ ન કહેવાય ને ? ક્યો ધર્મ કલ્યાણકારી બને છે અને કયો ધર્મ અકલ્યાણકારી બને છે – એના માટે માર્ગતત્વનું નિરૂપણ કરવાનું કામ ગ્રંથકારે કર્યું છે. માર્ગતત્ત્વના નિરૂપણમાં સાધુભગવન્તો ઉન્માર્ગની દેશના કઈ રીતે આપતા હોય છે તેનું નિરૂપણ કર્યું. જેઓ શાસનપ્રભાવનાના નામે, સાધુભગવતો પણ મંદિર બાંધવાના અધિકારી છે એવું કહે છે તેઓ ભગવાનના શાસનને નીચું કરે છે. અન્ય દર્શનકારો જૈનદર્શનને નીચું પાડવા માટે હાથ ધોઈને પાછળ પડેલા પરંતુ તેઓ તેમાં ફાવી ન શકયા. કેવળજ્ઞાનના પ્રકાશથી લખાયેલ હોય એ વાત ક્યાંય પણ કોઈ દિવસ ખોટી ન
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org