________________
સ. સ્વરૂપહિંસામાં પાપ નથી. મંદિરમાં સ્વરૂપહિંસા લાગે તો શું વાંધો ?
જ
હિંસા થવી એ હિંસા નથી. વિહિત કાર્ય કરતી વખતે અનિવાર્ય હિંસાને સ્વરૂપહિંસા કહેવાય. તમારે પૂજા વિહિત છે તેવા વખતે જયણાપૂર્વક વર્તવા છતાં જે હિંસા ટળતી નથી તેને સ્વરૂપહિંસા કહેવાય. જયણાપૂર્વક ન વર્તો તો અનુબંધહિંસાનું પાપ લાગ્યા વગર નહિ રહે. પરંતુ સાધુભગવન્તો માટે પૂજા વગેરે વિહિત નથી. સર્વસાવદ્યયોગથી વિરામ પામેલા એવા સાધુભગવન્તો પોતાનું પેટ ભરવા માટે પણ જો હિંસા ન કરે તો મંદિર કઈ રીતે બાંધી શકે ? આજે લગભગ મંદિર બાંધવાનું કામ સાધુભગવન્તો જ કરે છે ને ? પોતાની નામના વધારવા માટે મંદિર બાંધે અને લોકોને ઉન્માર્ગે દોરવા માટે એમાં કુતર્ક આપે કે - ‘મંદિર બંધાવાથી શાસનની પ્રભાવના થાય છે, સમ્યગ્દર્શનની નિર્મળતા થાય છે, આવું નિરવદ્યકોટીનું કામ ગૃહસ્થ કરી શકે તો સાધુમહાત્મા તો એમનાથી કંઈકગુણા ઊંચા છે તો સુતરાત્ કરી શકે.’ તમને પણ આ કુતર્ક ગમી જાય ને ? ગુરુનું દ્રવ્ય ગૌરવાર્હસ્થાનમાં જતું હોવા છતાં ‘દેવનું જેમ દેવમાં જાય છે તેમ ગુરુનું ગુરુમાં જાય' આવા પ્રકારનો કુતર્ક કહીને તમને સમજાવે તો તમને પણ ગમી જાય ને ? આવા કુતર્કો કરનારા અનાડી બૅરિસ્ટર કહેવાય. તર્ક કરવાની ના નથી પણ તર્ક માર્ગને સાચવવા માટે કરાય, કુમાર્ગને સાચવવા માટે નહીં. ન્યાયતન્ત્રની પણ સ્થાપના એના માટે છે કે – નિર્દોષ બચી જાય. ન્યાયાધીશો ઉલટતપાસણી કરે પણ તે નિર્દોષને દોષિત બનાવવા નહીં. સદોષ છૂટી જાય એનો વાંધો નહીં પણ નિર્દોષ દંડાવો ના જોઈએ. વર્તમાનના બૅરિસ્ટરો ( ?) કુમાર્ગને પોષવા તર્કો કરે છે, માર્ગને સ્થાપિત કરવા નહીં; માટે એમના તર્કો કુતર્કો કહેવાય છે. જે ભવથી તરવાનું સાધન હતું એનો ઉપયોગ સુખ ભોગવવા માટે કરીએ તો ભવથી તરવાના બદલે ભવમાં ડૂબી ગયા વગર નહિ રહીએ.
સ. એ લોકો આગમ તો વાંચતાં હશે ને ?
વાંચે પણ પોતાની જાત માટે નહીં, બીજા માટે. અભવ્યો પણ નવ પૂર્વનું જ્ઞાન ભણે ને ? છતાં મોક્ષને માને ખરા ?
* ભગવાને જે વિધાન કર્યું તે સાવદ્ય ન હોય માટે સાધુથી પણ જિનમંદિર બંધાવવામાં વાંધો નહીં-આ પ્રમાણે કહેનારા આગમને આંખ સામે રાખતા નથી. સાવદ્ય કે નિરવદ્ય, ભૂમિકાને આશ્રયીને હોય છે, સ્વરૂપને આશ્રયીને નહીં. તીર્થંકર ભગવન્તુ જેના માટે જે વિહિત કર્યું તે નિરવદ્ય અને જેના માટે જે અવિહિત તે સાવધ. સાધુઓને મંદિર બાંધવાનું વિહિત ન હોવાથી સાધુ માટે મંદિર બાંધવું તે સાવદ્ય ગણાય અને ગૃહસ્થ માટે મંદિર બાંધવાનું વિધાન હોવાથી તેમના માટે નિરવદ્ય ગણાય.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org