________________
: માર્ગતત્વ : * જે ઈષ્ટ સ્થાને પહોંચાડે તેને માર્ગ કહેવાય છે. ધર્મતત્ત્વ કરતાં માર્ગતત્ત્વ જુદું પડે છે તેનું કારણ એ છે કે ધર્મતત્ત્વની આરાધના કરવા માટે તૈયાર થયેલાને પણ દુર્ભાગ્યયોગે કુગુરુનો યોગ થઈ જાય તો તેઓ ઉન્માર્ગગામી બની ગયા વિના રહેતા નથી. ઈષ્ટસ્થાને જવા માટે સાધનમાં બેસવું તે ધર્મ અને એ વાહન ઉન્માર્ગે ન જાય અને ઈષ્ટસ્થાનની દિશામાં જાય તેનું નામ માર્ગતત્ત્વ. માર્ગાનુસારિતા વિના ધર્મ ફળદાયી બનતો નથી.
* વિધિથી કે અવિધિથી કરેલો ધર્મ છેવટે તીર્થને ટકાવનારો બને છે – આવું જેઓ કહે છે તેઓ સાચા નથી. અવિધિપૂર્વકનો ધર્મ ચલાવવાની વાત તો તેમના માટે છે કે જેઓ વિધિના આગ્રહી હોય. અવિધિના ભયના કારણે જેઓ સુંદર એવા ધર્મથી વંચિત રહી જતા હોય તેઓને સમજાવવા માટે જણાવ્યું હતું કે અવિધિના ભયથી સારી વસ્તુથી વંચિત નથી રહેવું. વિધિથી શરૂઆત કર્યા પછી અવિધિ જો થઈ જાય તો તેનાથી પાછા ફરવાનો અને પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવાનો પણ ઉપાય છે, એમ સમજાવીને ધર્મમાં સ્થિર કરવાની વાત હતી. કાચનું વાસણ લઈએ તો ભાંગી જશે માટે ખરીદવું નહિ કે સાવચેતી રાખવાની ? ઘડિયાળ તૂટી જશે એમ સમજીને વસાવવાની જ નહિ કે વસાવીને સાચવવાની ? પરણીશું તો રંડાવુ પડશે એમ સમજીને પરણવાનું માંડી વાળ્યું? એવી રીતે અહીં વિધિના આગ્રહથી શરૂઆત કર્યા પછી અવિધિ થઈ જાય તો તેની ચિંતા ન કરવા પૂરતી વાત હતી. પહેલેથી અવિધિ પર મંડાણ કરે તેની વાત નથી. વિધિના રાગ વિના અવિધિની છૂટ આપનારા પોતે જ તીર્થનો ઉચ્છેદ કરનારા છે.
| * પહેલાં જે ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ બતાવ્યો હતો તેમાંથી ગૃહસ્થધર્મ દ્રવ્યસ્તવમાર્ગને અનુસરનારો હોય, યતિધર્મ ભાવસ્તવમાર્ગને અનુસરનારો હોય છે તેથી એ સંબંધથી ધર્મતત્ત્વ પછી માર્ગતત્ત્વની શરૂઆત કરે છે :
दुलहा गुरुकम्माणं जीवाणं सुद्धधम्मबुद्धीवि। तीए सुगुरु तंमिवि कुमग्गठिइसंकलाभंगो॥१॥
ભારેકમ જીવોને શુદ્ધધર્મની બુદ્ધિ પણ દુર્લભ છે. એ બુદ્ધિ કદાચ થયા પછી સુગુરુનો યોગ થવો દુર્લભ છે. અને ગુરુનો ભેટો થયા પછી પણ કુમાર્ગની સ્થિતિ અર્થાત્ કુમાર્ગમાં રોકી રાખનાર એવી સાંકળ-શૃંખલાનો ભંગ થવો એ અત્યન્ત દુર્લભ છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org