________________
એ ટકી રહે. ગુરુની આંતરડી કકળાવીને જે જ્ઞાન મેળવ્યું હોય તે જ્ઞાન કોઈ રીતે કામ નહિ લાગે. અનીતિનો પૈસો ટકે પણ નહિ, ટકે તો ય પચે નહિ; તેની જેમ. - ૪ ૧૯. કૃતજ્ઞ: પોતા ઉપર કોઈએ નાનામાં નાનો ઉપકાર કર્યો હોય તેને પર્વત જેવડો જુએ. ગુરુભગવન્ત માંદા પડ્યા પછી ભણાવે નહીં માટે છોડીને ન જાય પરંતુ દીક્ષા આપવા સ્વરૂપ ઉપકારને યાદ કરીને તેમની સેવામાં રત હોય. પોતાની ઉપર કરેલા થોડા પણ ઉપકારને ઘણું માનવાની વૃત્તિ હોય તેનું નામ કૃતજ્ઞતા. કૃતજ્ઞતા ગુણ જો આપણી પાસે હોત તો આપણે આપણા ઉપકારી જનોથી છૂટા ન પડ્યા હોત. આજે તમે માબાપથી છૂટા પડયા હો કે અમે ગુરુથી છૂટા પડ્યા હોઈએ તો તે આ કૃતજ્ઞતાગુણના અભાવના કારણે. માતાપિતાના અને ગુરુના ઉપકારને યાદ રાખ્યા હોત તો આજે એ વડીલજનો પ્રત્યેનું બહુમાન ટકી રહ્યું હોત, વૃદ્ધિને પામ્યું હોત.
* ૨૦. પરહિતાર્થકારી : બીજાના હિત માટે કાયમ માટે તત્પર રહેવું. અહીં લોકોત્તર હિતની જ વાત નથી. બીજાને જે અનુકૂળ હોય, ઈચ્છિત હોય તે કરવાના સ્વભાવવાળો છવ ધર્મ કરવા માટે યોગ્ય છે. આવા પરોપકારીછવો બીજાનાં નેત્રોને અમૃતના અંજનતુલ્ય હોય છે.
* ૨૧. લબ્ધલક્ષ્ય : નિકટમોક્ષગામી હોવાથી સકલ ક્રિયામાં જેણે કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે – એવો જીવ લબ્ધલક્ષ્ય કહેવાય છે. જે કામે જતા હોય તેનું જ લક્ષ્ય હોય. મોક્ષે ન પહોંચે ત્યાં સુધી મોક્ષનું લક્ષ્ય હોય, એ લક્ષ્ય સુકાય નહિ તે લબ્ધલક્ષ્યતા.
* આ રીતે આપણે ધર્મતત્વનું વર્ણન પૂરું કર્યું છે. ધર્મની યોગ્યતાને પામીને પછી સામાન્ય કે વિશેષધર્મની આરાધના કરવામાં આવે તો તે ધર્મ ધર્મરૂપ બની રહે અને મોક્ષરૂપ ફળને આપી શકે.
સ. આ બધા ગુણો ન હોય તો ધર્મ ન કરવો ?
દવા સારી ન મળે તો દવા લેવી નહીં એવું નહીં ને ? રસોઈ કરતાં ન આવડે તો રસોડામાં જવું નહીં એનો અર્થ રસોઈ કરતાં શીખી લેવી-એ જ થાય ને ? તેમ અહીં પણ ગુણો ન હોય તો ગુણો મેળવવા પ્રયત્ન કરી લેવો પણ ધર્મ ન કરવો એવું નહીં.
સ. ગુણો પ્રાપ્ત કરવા શું કરવું?
સંસારનો રાગ ઓછો કરવો. ધર્મસ્થાનમાં કષાય નથી કરવા-આટલો સંકલ્પ કરી લો તો ગુણો મળી જાય.
૨૦૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org