________________
સ. સમ્યક્ત્વ મળ્યું તો એકડો તો આવ્યો ને ?
પ્રભાવનામાં એક રૂપિયો મળે તો ગમે કે ઉપર બે મીંડા ચઢેલા મળે તો ગમે ? સમ્યક્ત્વ મળ્યા પછી પણ દેશવિરતિ નહીં આવે તો છાસઠ સાગરોપમ પછી જતું જ રહેશે. દેશવિરતિ પછી સર્વવિરતિ નહીં આવે અને સર્વવિરતિ પછી સામર્થ્યયોગ નહીં આવે તો પૂર્વના ગુણને જતાં વાર નહીં લાગે.
* ૧૭. વૃદ્ધાનુગત : વૃદ્ધ એટલે વય કે પર્યાયથી વૃદ્ધની અહીં વાત નથી. શીલ એટલે કે સદાચાર અને જ્ઞાન જેનાં નિર્મળ કોટિનાં હોય તેને અહીં વૃદ્ધ કહ્યા છે. આવા વૃદ્ધોનું અનુસરણ કઈ રીતે કરવું તે માટે જણાવ્યું છે કે તેમની સેવા કરવી, તેમના દર્શન થતાં મસ્તકે અંજલિ કરવી, તેમને લેવા જવું, આસન આપવું, જાય ત્યારે ઊઠીને મૂકવા જવું .... ઈત્યાદિ દ્વારા તેમની આરાધના કરવી તે વૃદ્ધાનુગત્વ. આ રીતે સેવા બહુમાનપૂર્વક કરવાથી પ્રસન્ન થયેલા એવા તે વૃદ્ધજનો સદુપદેશ આપવા દ્વારા લાભનું કારણ બને છે . શાસ્ત્રમાં કહ્યું છે કે જેના પર પૂજ્ય પુરુષો પ્રસન્ન થાય છે તેને વિપુલ પ્રમાણમાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ આપણે જાતે પ્રગટાવવાનો છે. જ્યારે મતિશ્રુતજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ગુરુકૃપાના બળે પ્રાપ્ત થાય છે. ડોક્ટર દવા આપે પણ અપથ્યને ટાળવા પૂર્વક ઔષધના આસેવનથી આરોગ્ય પ્રાપ્ત કરવાનું કામ આપણે જ કરવું પડશે.
* આપણી દૃષ્ટિએ વૃદ્ધો એટલે સાવ નકામા માણસો ને ? વૃદ્ધ પુરુષો અનુભવ પામીને જ્ઞાની અને ચારિત્રસંપન્ન બનેલા હોય છે. તેમને નકામા ગણવા એ આપણી નાલાયકાતને સૂચવે છે. વૃદ્ધ પુરુષો જે કહે છે તે સ્વીકારી લેવું છે. વૃદ્ધની વાત કદાચ ન સમજાય તો પૂછવાની છૂટ. આપણામાં હિંમત ન હોય અને ન પૂછીએ એ બને પણ લાયકાત હોય તો વૃદ્ધનું માન્યા વિના ન રહીએ. એક રાજા પાસે બે પ્રકારના મંત્રી હતા. થોડા વૃદ્ધ મંત્રીઓ હતા, બાકીના યુવાન મંત્રીઓ હતા. યુવાન મંત્રીઓને વૃદ્ધ મંત્રીઓ નકામા છે-એવું લાગતું હતું. આથી તેમને પાઠ ભણાવવા રાજાએ બંન્ને મંત્રીઓને એક પ્રશ્ન પૂછ્યો કે ‘રાજાને જે લાત મારે કે રાજાના વાળ ખેંચે તેને શું સજા કરવી ?' યુવાન મંત્રીઓએ તરત કહ્યું કે ‘ફાંસીએ ચઢાવવો’. જ્યારે વૃદ્ધોએ કહ્યું કે રાજાને લાત મારનાર કે વાળ ખેંચનાર કોણ હોય - એ વિચારણીય છે. આવું તો કરવાની હિંમત કોણ કરે ? કાં તો રાજાનો પુત્ર હોય કાં તો રાણી હોય. એમને તો સોનાથી મઢવા જોઈએ. રાજાએ તરત પીઠ થાબડી. આના ઉપરથી સમજાય છે ને કે વૃદ્ધપુરુષો કેવા હોય ? આજે તમે જો વૃદ્ધોનું અનુસરણ કરતા રહ્યા હોત તો તમારા ઘરના ભાગ ન
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
२०२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org