________________
કર્મબંધ કે કર્મનિર્જરા ? અનર્થદંડથી પણ આનંદ પામવાની વૃત્તિ હોય તે પાપબંધથી કઈ રીતે બચી શકે? સાધુ-સાધ્વી તો મિથ્યાત્વાદિનો યોગ ન થાય તેવા સ્થાને સ્વાભાવિક રીતે આવી ગયા છે. હવે ગયેલાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ પાછાં ન આવે એ માટે સુદીર્ધદર્શિતગુણ કેળવી લે તો વિસ્તાર થયા વિના ન રહે.
* ધર્મસ્થાનમાં આવનારે એક વસ્તુ યાદ રાખવી કે દેરાસર અને ઉપાશ્રયમાં પોતાની જાતને સંભાળવા માટે આવવાનું છે બીજાની સામે જેવા કે બીજાનો વિચાર કરવા માટે નહિ.
* ૧૬. વિશેષજ્ઞ: પોતાના આત્માને જે ગુણકારી હોય, ઉપકારી હોય તે જાણે અને સાથે આત્માને અહિતકારી હોય તેને પણ જાણે તેનું નામ વિશેષજ્ઞ. જેના કારણે રાગ થાય તેવું કરવું નથી. જે વસ્તુ રાગનું કારણ બનતી હોય તે નથી લેવી. કારણ કે રાગ આત્માને ગુણકારી નથી. દાળમાં લીંબુ નીચોવવું તેનું નામ અજ્ઞતા. મીઠા વગરની પણ દાળ ચલાવી લેવી તે વિશેષજ્ઞતા. જેમાં રાગ થાય તે નથી ખાવું. અહીં વિશેષજ્ઞની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે વસ્તુ અને અવસ્તુનો વિશેષ અર્થાત્ ભેદ જાણે, કૃત્ય અને અકૃત્યના ભેદને જાણે તેમ જ સ્વ અને પરના વિશેષને જાણે તેનું નામ વિશેષજ્ઞ. આવા પ્રકારના વિશેષજ્ઞ જે ન હોય તે પશુજેવા છે – એમ અહીં કહ્યું છે. પરમાર્થથી જે વસ્તુ જેવી હોય તેવી જાણે, અસલ અને નકલમાં શું વિશેષતા છે તેને જાણે તે વિશેષજ્ઞ. કૃત્ય એટલે ભગવાને જે કરવાનું કહ્યું હોય તે અને ભગવાને જે કરવાની ના પાડી હોય તે અકૃત્ય : આ બેમાં વિશેષતાને જાણે તો વિશેષજ્ઞ. સ્વ અને પરમાં શું ભેદ છે, તેને જાણે. આત્મા અને આત્માના ગુણો એ જ સ્વ છે. એ સિવાયનું બધું જ પર છે – આવું જે જાણે તે વિશેષજ્ઞ. ભગવાને જે કહ્યું હોય તે જ કરવાનું. ભગવાને જે કહ્યું ન હોય અને જેનો નિષેધ ન કર્યો હોય, ઉપેક્ષા કરી હોય, તો આપણે પણ તેની ઉપેક્ષા કરવી છે. જે એ વસ્તુ ઉપાદેય હોત તો ભગવાને કીધી જ હોત. એમ સમજીને ભગવાને જે કહ્યું હોય તેનાથી ભિન્ન બધું અકૃત્ય. પોતાની ભૂલોનો બચાવ કરવો અને બીજાની ભૂલોને આગળ કરવી તે સ્વપરનો વિવેક નથી.
* વિશેષજ્ઞ, રાગ અને દ્વેષને વધારે એવું એક પણ પગલું ન ભરે. એક વાર ઈચ્છા જાગે એટલે સત્ત્વ હણાયા વિના ન રહે. સત્વ કેળવવા માટે સુખની ઈચ્છા માર્યા વગર નહિ ચાલે. ઈચ્છા પેદા થાય એટલે સત્ત્વ હણાય. એ પહેલાં સત્ત્વ પેદા કરીને ઈચ્છા મારવી છે.
૨૦.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org