________________
જય નહીં, એ બને પણ વધે તો નહીં. જ્યારે અયોગ્ય દવા રોજેરોજ લેવામાં આવે તો રોગ વધ્યા વગર ન રહે ને ? તેમ શુદ્ધ ધર્મના પરિણામ વગર અશુદ્ધ ધર્મ રોજેરોજ આરાધીએ તો કર્મબંધ થયા વિના ન રહે ને?
* ધર્મ કર્યા પછી એ ધર્મ શુદ્ધ થયો છે કે નહિ તેનો માપદંડ એક જ છે કે આપણી વિષયકષાયની પરિણતિ ઘટવા માંડી છે. આજે આ વિષયકષાયની પરિણતિએ આપણને ધર્મના ફળથી વંચિત રાખ્યા છે.
* જ્ઞાનાવરણીયકર્મ પહેલું હોવા છતાં પણ અહીં ભારેકર્મિતાની વ્યાખ્યા કરતાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયની ગાઢતાની વાત કરી છે. કારણ કે દર્શનમોહનીય કે ચારિત્રમોહનીયની સ્થિતિ વધારે હોય, રસ વધારે હોય, જથ્થો વધારે હોય તો અધ્યવસાય ક્લિષ્ટ હોવાથી શુદ્ધધર્મની બુદ્ધિ ન જાગે. શુદ્ધ ધર્મ કોને કહેવાય તે માટે જણાવ્યું છે કે- પ્રબળ એવા મોહના આવરણમાંથી જે તારે અને અસ–વૃત્તિ સ્વરૂપ કલંકથી રહિત હોય એવા ધર્મને શુદ્ધ ધર્મ કહેવાય. શુદ્ધધર્મની બુદ્ધિ એટલે શુદ્ધ ધર્મને વિષે કર્તવ્યતાનો અભિલાષ. ધર્મ શુદ્ધ જ કરવો છે એવું મન થયું તે પણ ભારેકર્મી જવો માટે દુર્લભ છે, કાયાથી કરવાની વાત તો દૂર રહી અને કદાચ એવી અભિલાષા પ્રગટી જાય તો સુગુરુનો યોગ થવો એ પણ દુર્લભ છે.
સ. સુ. અને કુ. નો વિવેક કેવી રીતે કરવો?
એ વસ્તુ તો આગળ સાધુતત્ત્વમાં સમજાવવાની જ છે. ત્યાં સુધી એટલું યાદ રાખવું કે જે ગુરુ મોક્ષે પહોંચાડવાની અને સંસાર છોડાવવાની વાત કરે તે સુગુરુ અને જે ગુરુ સંસારમાં સુખી કરવાની અને મંત્રતંત્ર-દોરાધાગા કરવાની વાત કરે તેને કુગુરુ સમજવા.
* ધર્મ કરે તે સુખી થાય - તેનો અર્થ એ કે શુદ્ધ ધર્મ કરે તે સુખી થાય. આ સુખ સંસારનું સુખ નથી. કારણ કે જેને શુદ્ધ ધર્મ ગમે તેને સુખની ઈચ્છા ન હોય. જેને સંસારનું સુખ ગમે તેને શુદ્ધ ધર્મની ઈચ્છા થાય જ નહિ. જેને માનસન્માન ગમે, તેને વિનયવિવેક ગમે ખરા ?
* પ્રબળ મોહથી આવૃત્ત થયેલા જીવોને તેમાંથી બહાર કાઢે તેમ જ અસ–વૃત્તિરૂપ કાલિમાથી રહિત હોય તેને શુદ્ધધર્મ કહેવાય. પ્રબળ મોહ તેને કહેવાય કે – આના વિના નહીં જ ચાલે. નાના છોકરા હઠ કરે ત્યારે તમે તેને કહો ને કે – આટલો બધો રાગ શા માટે ? નજરે જેવા છતાં કોઈ જૂઠું બોલે તો કહો ને કે – આટલી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org