________________
મિથ્યાત્વી હોય. માત્ર પોતાની આ અવસ્થાનો બચાવ ન કરીએ તો ય મિથ્યાત્વ ટાળી શકાય. પુણ્ય ગમે છે સુખના કારણે, સુખ ગમે છે સુખના રાગે. સુખનો રાગ ન હોય તેને સુખ ન ગમે, સુખ ન ગમે તેને પુણ્ય ન ગમે, પુણ્ય ન ગમે તેને પુણ્યાનુબંધી પુણ્ય પણ ન ગમે, નિર્જરા ગમે. કારણ કે એને સંસારમાં રહેવું નથી, મોક્ષમાં જવું છે. પુણ્યાનુબંધી પુણ્ય પણ અવિરતિ સાથે ભોગવાય છે અને અવિરતિની સાથે રહેવું
ધર્માત્માને ન પાલવે.
સ. અધર્મ કરીને સુખ મેળવવું તેના કરતાં ધર્મ કરીને સુખ મેળવવું શું ખોટું ?
કાગળ બાળીને અજવાળું કરવું એના કરતાં નોટો (પૈસાની) બાળીને અજવાળું કરવું સારું ને ? રાતે ચોરી કરવી એના કરતાં દિવસે ચોરી કરવી સારી ને ?
* સંસારમાં અનિષ્ટ સંયોગ આવ્યા પછી આના કરતાં સાધુ થયા હોત તો સારું • આવો વિચાર આવે તે ક્ષણિક છે. છતાં પણ જો એ પરિણામ જાગ્યા પછી તેની
-
માવજત કરવામાં આવે તો એ વિકાસ પામ્યા વિના ન રહે. પરંતુ આજે તકલીફ એ છે કે જાગેલા પરિણામને સાચવવાની કોઈ તૈયારી નથી. નાના છોડવાની માવજત કરવામાં ન આવે તો બકરી વગેરે તેને ખાઈ જાય. પણ મોટું ઝાડ થઈ ગયું હોય તો તેને કોઈ હલાવી ન શકે.
* ૧૩ ગુણનો અનુરાગી : બીજાનું સારું જોઈને આનંદ પામવો તે બારમો ગુણ છે અને એ સારું પામવાનું મન થયું તે તેરમો ગુણ છે. સૌજન્ય (સુજનતા), ઔદાર્ય વગેરે ગુણો જોઈને તે ગુણ પ્રત્યે હૈયાનું બહુમાન જાગે, મુખેથી પ્રશંસા કરવાનું બને અને કાયાથી તેમને સહાય કરવાનું મન થાય તેનું નામ અનુરાગ. કીધા પછી તરત કરવું તે બહુમાન. કીધા પછી સમયમર્યાદા પૂછવી (કાલે કરીશ તો ચાલશે.. વગેરે) તે બહુમાનની ખામી. ગુણના અનુરાગીને ગુણો છોડતા નથી. અર્થાત્ આ ભવમાં જે ગુણો મળ્યા હોય તેના કરતાં ચઢિયાતા ગુણો આવતા ભવમાં ગુણના અનુરાગીને મળતા હોય છે. તમારા ત્યાં પૈસો પૈસાને ખેંચે તેમ ગુણો ગુણોને ખેંચે.
* ૧૪. સત્કથા અને સુપક્ષથી યુક્ત : આ ચૌદમો ગુણ છે. જેમાં પરપરિવાદ અર્થાર્ બીજાને ઉતારી પાડવાની બુદ્ધિ ન હોય અને પોતાનો ઉત્કર્ષ કરવાની વૃત્તિ ન હોય તેવી કથાને સત્કથા કહેવાય છે. તે જ રીતે સુંદર અર્થાદ્ પ્રત્યક્ષને બાધા ન પહોંચે, લોકમાં વિરોધ ન આવે અને આગમથી અવિરુદ્ધ એવો પક્ષ-માન્યતા જેની હોય તે ધર્મ કરવા માટે યોગ્ય છે. હું કંઈક છું અને બીજા બધા કંઈ નથી એવી ભાવના આપણી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૧૯૫
www.jainelibrary.org