________________
સંસાર ઊભો કરશે. સંસાર ભંડો લાગે, સંસાર નથી જોઈતો, માટે નાનો પણ ધર્મ કરીએ તો લેખે લાગે. સંસારને સારો માનીને એ માટે ધર્મ કરે તો સાધુપણાનો ધર્મ પણ નકામો જાય. ભગવાન સંસારને સારો કરનાર છે માટે સારા છે, એવું નથી. ભગવાન સંસારને ટાળી આપનાર છે માટે મહાન છે. ભગવાન જિનેશ્વર જેવાદેવ મળે તો તેઓ જે આપે તે લઈ લેવું છે. ઉત્તમ આત્મા પાસે તુચ્છ વસ્તુ નથી માગવી. રોજ દેરાસરમાં પરમાત્મા પાસે જઈને એક જ વિનંતિ કરવી છે કે હે ભગવન્! આપનું સાધુપણું, આપની વીતરાગતા, આપનું સર્વશપણું અને આપની સિદ્ધાવસ્થા મને આપો ને!' આ ચાર સિવાય પાંચમી એક વસ્તુ ભગવાન પાસે નથી માગવી. જે ભગવાન વીતરાગતા આપે, સર્વજ્ઞતા આપે, સિદ્ધાવસ્થા આપે એવા છે એમની પાસે આ સંસારમાં રખડાવનારા અર્થ-કામ માંગવા એના જેવી મૂર્ખાઈ બીજી કઈ? ભગવાને જે બતાવ્યું છે તેનાથી ચઢિયાતી એક પણ વસ્તુ જગતમાં નથી. ભગવાન મહાન છે, ભગવાને જે બતાવ્યું છે તે મહાન છે. અને એ મહાન વસ્તુને મેળવવા માટે ગુણોરૂપી યોગ્યતા હોવી જોઈએ, માટે આપણે એકવીસ ગુણોનું વર્ણન શરૂ કર્યું છે.
સ. ધર્મથી સુખ માંગીએ નહિ પણ જે સુખ મળ્યું છે તેને ધર્મના નામે ખતવીએ તો ?
મળેલા સુખને ધર્મના નામે પણ ખતવવું નથી. અસલમાં ધર્મ શુદ્ધ ભાવે ન કર્યો માટે પુણ્ય બંધાયું અને તેમાં પાછું મિથ્યાત્વના ઉદયે ચોંટી પડ્યા. પુણ્યથી પૈસો મળે, પુણ્યથી સુખ મળે તેની ના નહિ, પણ પુણ્ય, ધર્મ પૂરો શુદ્ધ ન થાય ત્યારે બંધાય. જેને સંસારમાં રહેવું નથી તેને સંસારસુખની સામગ્રી મળે એમાં આનંદ હોય? એને તો એમ થાય કે જો ધર્મ કરતાં આવડ્યો હોત તો મોક્ષમાં પહોંચી જાત. ધર્મથી જન્મજરામૃત્યુ ટાળવાના હતા, તે ન ટળ્યા માટે અર્થકામ મળ્યા-એવું લાગે ને ?
સ. અમને પુણ્યાનુબંધી પુણ્ય ગમે.
જેને પુણ્યાનુબંધી પુણ્ય ગમે તેને પાપાનુબંધી પુણ્યનો ઉદય છે – એમ સમજી લેવું. જેને પુણ્ય ગમે તે સમકિતી ન હોય, મિથ્યાત્વી હોય. સમકિતીને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય પણ સાધુપણા માટે બેડીરૂપ લાગે. આજે તમને પુણ્ય પણ સત્તામાં રહેલું ગમે કે ઉદયમાં આવેલું ? જે ઉદયમાં આવેલું ગમે છે તો એમ જ કહો ને કે સુખ જ ગમે છે. જો અનુબંધ જ સારો હોય તો પુણ્યાનુબંધી પાપ કેમ ન ગમે ? બોલવાનું પુણ્યાનુબંધી પણ અસલમાં સુખ આપનાર પુણ્ય ગમે છે અને જેને સુખ ગમે તે
૧૯૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org