________________
* સાધુભગવન્ત ગોચરી પણ એ રીતે લાવે કે જેથી દાતાને કોઈ પણ જાતની પીડા ન પહોંચે જે દાતાની પીડાની ચિંતા ન કરે તે સાધુ પોતાના લોભ વગેરેના કારણે કે અગીતાર્થતાના કારણે શાસનની અપભ્રાજના કર્યા વિના ન રહે. બીજાના દુઃખની પરવા ન કરે તે નાનામાં નાનો ધર્મ પણ ન આરાધી શકે તો સાધુપણું કઈ રીતે પાળી શકે ? ધર્માત્માનું એ લક્ષણ છે કે બીજાને સુખ ન આપે તો ય દુઃખ તો કોઈ સંયોગોમાં ન જ આપે. જ્યારે અધન્ય આત્માઓનું લક્ષણ એ છે કે સુખ આપે તો ય દુ:ખ આપ્યા વિના ન જ રહે.
૪ ૧૧. મધ્યસ્થ : તમારી ભાષામાં કહીએ તો મધ્યસ્થની વ્યાખ્યા કેવી કરવી પડે ? દૂધમાં અને દહીંમાં પગ રાખવો તે, બધાને રાજી રાખવા તે ... અહીં એવી વ્યાખ્યા નથી કરી. અહીં જણાવ્યું છે કે આયવ્યય અર્થાત્ લાભ અને નુકસાનની તુલના કરીને સમયોચિત પ્રવૃત્તિ કરે તે મધ્યસ્થ. ઓછી મહેનતે લાભ વધારે થાય તેવો ધર્મ કરવાનો. જેમ પૈસો કમાતી વખતે વાણિયો ધ્યાન રાખે કે રોકાણ ઓછું અને લાભ ઘણો. તેમ અહીં પણ ઓછી મહેનતે વધુ નિર્જરા થાય તે રીતે ધર્મ કરવા તૈયાર થવું છે. સાધુપણામાં ઓછી મહેનતે નિર્જરા ઘણી થાય છે. જ્યારે શ્રાવકપણામાં મહેનત ઘણી કરવા છતાં નિર્જરા સાવ અલ્પ છે. આથી મધ્યસ્થને સાધુપણું ગમ્યા વિના ન રહે. શ્રાવકપણું સારું ન લાગે. કોઈ જીવવિશેષને સાધુપણામાં કર્મબંધ થાય અને શ્રાવકપણામાં કોઈ નિર્જરા કરે એટલામાત્રથી શ્રાવકપણું સારું ન કહેવાય. હીરાનો વેપારી ઉઠમણું કરે અને પાનના ગલ્લાવાળો પૈસાદાર બને એટલામાત્રથી પાનનો ગલ્લો સારો ન ગણાય, હીરાનો વેપાર જ સારો ગણાય. સાધુપણામાં આવીને કોઈ પાપબંધ કરે તે તેના પાપે, સાધુપણાના કારણે નહિ. અને રાજકારણમાં ગયા પછી કોઈ નિર્જરા કરે તો તે તેની યોગ્યતાના કારણે, રાજકારણના કારણે નહિ.
૪ અથવા બીજી વ્યાખ્યા કરે છે કે રાગ અને દ્વેષની વચ્ચે રહ્યો હોય. અર્થાત્ હર્ષના સ્થાને રાગ ન કરે, અને દ્વેષના સ્થાને દ્વેષ ન કરે. ઘરના લોકો કે પરિચિત લોકો આવકાર આપે તો આનંદ થાય તે રાગ અને અવગણે તો દુઃખ થાય તે દ્વેષ. ધર્માત્મા કોઈના રાગમાં તણાય નહિ અને કોઈના ષમાં ડૂબે નહિ. બંન્ને અવસ્થામાં સમભાવે રહે.
* સાચા અને ખોટાનો નિર્ણય ભગવાનની વાત માનવા માટે કરવો છે. ધર્મ કરવા માટે રાગદ્વેષ ટાળવા છે. અધર્મી પ્રત્યે રાગ નથી કરવો, ધર્મ પ્રત્યે દ્વેષ નથી કરવો. ધર્મ પ્રત્યે રાગ થાય તો સારી વાત છે, પણ ધર્મી પ્રત્યે દ્વેષ તો નથી જ કરવો.
૧૯૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org