________________
આપવું તે દયા નહિ, જતું કરવું તેનું નામ યા. વેઠવાનો પરિણામ તે દયા. સામાના દુઃખને દૂર કરવાની ભાવના સફળ કરવા માટે ગમે તેટલું વેઠવું પડે તો વેઠી લેવું તે દયા. કરુણા એ પરિણામરૂપ છે જ્યારે દયા એ કાર્યરત પરિણામ છે. બીજાના દુઃખે દુઃખી થવાની તૈયારી હોય અને એથી એ દુઃખ દૂર કરવાની તત્પરતા હોય તો દયા છે એમ સમજવું. આપણું જતું કરવાની વૃત્તિ ન હોય ત્યાં સુધી દયા ન આવે. આજે જૈનોમાંથી દયાના પરિણામ જવા માંડયા છે. લોકો પણ જૈનોની ટીકા કરતાં થઈ ગયા છે. કારણ કે બજારમાં તેઓ નિર્દયપણે વર્તે છે. એમાં જતું કરવાની વૃત્તિનો અભાવ કારણ છે. આ બધી યોગ્યતા ખૂબ મહત્ત્વની છે. તેની ઉપેક્ષા કર્યે નહિ ચાલે. આપણામાં યોગ્યતા હશે તો યોગ ગમે ત્યાંથી મળી રહેશે. અને જો યોગ્યતા નહિ હોય તો મળેલો યોગ પણ અયોગમાં પરિણામ પામશે. પોતે પડી જાય પણ બીજાને દુ:ખ ન પહોંચાડે તે દયાળુ. પોતાના પ્રાણની હાનિ થતી હોય તોપણ બીજાના પ્રાણની રક્ષા કરે, ધર્મરુચિઅણગારની જેમ. પોતાના પ્રાણના ભોગે અસંખ્ય જીવોનો સંહાર થતો અટકાવ્યો ને ? ક્યાં સુધી પહોંચવાનું છે-જોઈ લીધું ? બીજાના પ્રાણ લઈને પોતાના પ્રાણ બચાવવા છે ને ? જીવોને મારીને જ જીવવું છે ને ?
સ. એટલે શું ?
છ કાયની હત્યા કરીને ઘરમાં રહેવું છે ને ? કે એનો ત્યાગ કરીને સાધુપણું લેવું છે ? દયાના પરિણામ હોય તો સંસાર છૂટયા વિના નહીં રહે. પાપથી વિરામ પામવારૂપ નિવૃત્તિસ્વરૂપ ધર્મ પણ યામૂલક છે અને જ્ઞાનાચારાદિના પાલનરૂપ પ્રવૃત્તિસ્વરૂપ ધર્મ પણ દયામૂલક છે.
* આજે આપણી સુખની ઈચ્છાએ અને સુખ ભોગવવાની પ્રવૃત્તિએ માઝા મૂકી છે એના યોગે જ આપણે ભગવાનની વાત સમજી પણ શકતા નથી. વિષયકષાયને આધીન થઈને પ્રવૃત્તિ કરે તેના પાંચે મહાવ્રત જાય. આ સુખની લાલચના કારણે સંવરરૂપી નૌકામાં આશ્રવનાં છિદ્રો પડે છે.
* કોઈને દુઃખ ન આપવું તે માટે સાધુ થવું સારું. પણ બીજાનાં દુ:ખોને દૂર કરવાનું કામ આપણી પાસે પૈસા હોય તો કરી શકાય માટે ગૃહસ્થપણામાં રહેવું તે સારું નહિ. જીવદયા માટે ગૃહસ્થપણામાં રહેવું તેના કરતાં અભયદાન માટે સાધુ થવું સારું. જીવદયાનાં કાર્યોમાં અનન્તકાય વગેરેની વિરાધના થતી હોવાથી શ્રાવક પાંજરાપોળ ખોલાવે નહિ, તેનો સીધો વહીવટ ન કરે. માત્ર એ કાર્યમાં આર્થિક સહાય કરે અને સાધુ માત્ર ઉપદેશ આપે.
ન
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૧૯૧
www.jainelibrary.org