________________
* જેને ધર્મ જોઈએ છે તે ધર્મની યોગ્યતાની ઉપેક્ષા ન કરે. જેઓ ધર્મના ફળના અર્થી નથી તેઓ યોગ્યતાની ઉપેક્ષા કરે. ધર્મ કરવા માટે જે યોગ્યતાની જરૂર છે તે, ધર્મ કરીને તેનું વાસ્તવિક ફળ મેળવવા માટે છે. આજે આપણે ભણવાનું કામ જ્ઞાન મેળવવા માટે કરીએ છીએ, જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા માટે નહિ ને ? આથી ભણતી વખતે વિનય કરવાનું ફાવતું નથી. વિનય કર્યા વિના ભણવાથી કદાચ જ્ઞાન મળે પણ કેવળજ્ઞાન ન મળે. કેવળજ્ઞાન તો જ્ઞાનાવરણીયની નિર્જરાથી મળે. જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા માટે ભણવાની સાથે વિનય-વૈયાવચ્ચ કરવી જરૂરી છે. આજ સુધીનો આપણો ધર્મ નિર્જરાસ્વરૂપ ફળને આપનારો નથી બન્યો તે યોગ્યતાના અભાવે અને યોગ્યતાની ઉપેક્ષાના પ્રભાવે.
* સંયમ પાળવું ન હોવા છતાં ગુરુ બરાબર નથી - એમ કહેવું તે માયા. કામ કરવાની વૃત્તિ ન હોવા છતાં અશક્તિ છે એમ કહેવું તે માયા. આવા માયાવી ધર્મ કરવા માટે કે નિર્જરારૂપ ફળ પામવા માટે યોગ્ય નથી. જે સરળાશયી હોય તે જ ધર્મ આરાધી
શકે.
૪૮. દાક્ષિણ્ય : બીજાએ કામ કીધા પછી એનું કામ કરી આપવું-તે દાક્ષિણ્ય. મોક્ષમાર્ગની સાધના કરતી વખતે લોકોની સહાયની જરૂર પડવાની. એવા વખતે દાક્ષિણ્યગુણ નહીં હોય તો આગળ નહીં વધાય.
બીજાને અનુકૂળ બનવા માટે, બીજાનું કામ કરવા માટે તત્પર રહેવું તેનું નામ દાક્ષિણ્ય. ઘરના લોકોને પણ અનુકૂળ બનવાની વૃત્તિ ન હોય તે ધર્મ કઈ રીતે કરી શકે? જેને ભવિષ્યમાં સાધુ થવું છે, બધાની વૈચાવચ્ચ કરવી છે તેણે ગૃહસ્થપણામાં આ દાક્ષિણ્યગુણની ઉપેક્ષા કર્યો ન ચાલે. જેણે માબાપની, કે ભાઈબહેનની સેવા નથી કરી તેઓ સાધુપણામાં આવીને શું કરવાના? આજની દીક્ષાઓ મોટા ભાગે અમારા લોભના કારણે થાય છે, જીવોની યોગ્યતાને લઈને નહિ. આ દાક્ષિણ્યગુણના યોગે ભવદેવ મુનિએ અનિચ્છાએ પણ સાધુપણું પાળ્યું તો અંતે બે ભવમાં નિસ્તાર થઈ ગયો. માતા પ્રત્યેના દાક્ષિણ્યના કારણે આર્યરક્ષિતસૂરિ મહારાજની ભેટ આપણને મળી. આપણે વિકથા કરીએ એ ગુરુમહારાજને ઈષ્ટ ન હોય અને સ્વાધ્યાય કરીએ એ ઈષ્ટ હોય તો તેમના ખાતર વિકથા છોડી સ્વાધ્યાય કરવા બેસી જવું છે. ગુરુભગવન્તની પ્રસન્નતા ખાતર આપણો આગ્રહ જતો કરવો તેનું નામ દાક્ષિણ્ય. આમે ય નિર્જરા કરવા આવ્યા છીએ, વેઠવા માટે આવ્યા છીએ તો શા માટે દાક્ષિણ્યગુણ ગુમાવીએ? આ દાક્ષિણ્યગુણ કેળવવો હોય તો નક્કી કરી લો કે કોઈ પણ કામમાં ના નથી પાડવી.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org